આણંદ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓ/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું

દેશને આઝાદી આપવા માટે અનન્ય યોગદાન આપનારા સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનને ઉજાગર કરવા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સન્માનવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમારે સ્વાતંત્ર્ય સેનાનીઓ/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન.એસ. અસારી સહિત રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *