નૂતન ફાર્મસી કોલેજ અને ફોર કેર લાઈફ સાયન્સ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નુતન ફાર્મસી કોલેજ અને ફોર કેર લાઇફ સાયન્સ અમદાવાદ વચ્ચે તારીખ 21 જુલાઈના રોજ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં સાઇન કરવામાં આવેલ હતું. આ એમ.ઓ.યુ અંતર્ગત રિસર્ચ પ્રોજેક્ટ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, સ્ટુડન્ટ પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટયૂટ સપોર્ટ જેવા અનેક આયામો નો ફાયદો નૂતન ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓને આગામી સમયમાં પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત થશે. આદિવસે નૂતન ફાર્મસી કોલેજના અંતિમ વર્ષના આશરે 60 જેટલા વિદ્યાર્થીઓ એ ફોર કેર લાઇફ સાયન્સ ના વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે પ્રોડક્શન, કવોલિટી એસ્યોરન્સ, ક્વોલિટી કંટ્રોલ, માઇક્રો બાઇલોજી, પેકેજીંગ, રેગ્યુલેટરી રેક્વિરમેન્ટ ની મુલાકાત લીધી હતી અને યુનિટના ડિરેક્ટર શ્રી ભાવેશ વ્યાસ અને અન્ય અધિકારીશ્રીઓ સાથે સંવાદ નો પ્રત્યક્ષ લાભ લીધો હતો. આ એમ.ઓ.યુ. સાઇન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાણી, અને રજીસ્ટર ડો. કે.એ.પટેલ સાહેબે સંસ્થાના પ્રિન્સિપલ ડો. ઇન્દ્રજીતસિંઘવી અને કોઓર્ડીનેટર ડો. હિરક જોશી ને શુભેચ્છાઓ પાઠવી હતી અને ફોર કેર લાઇફ સાયન્સ ના મેનેજમેન્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM