

રિપોર્ટ, મયુર પટેલ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી સમાજ માટે ની સંવેદનાસભર યોજના “રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન” અંતર્ગત, આદિવાસી સમાજમાં જ જોવા મળતા આનુવંશિક રોગ સિકલ સેલ એનિમિયા ને નાથવા માટે સુરત જીલ્લા ના અંતરીયાળ મહુવા તાલુકાના મહુવરિયા ગામ ખાતે આવેલ અંબિકા હાઈસ્કૂલ માં મહુવરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ડૉ.મિતેષ પટેલ ની રાહબરી હેઠળ લેબ ટેક્નિશિયન, સ્ટાફ નર્સ, એફ એચ ડબલ્યુ વર્કર, આશા વર્કર ની ટીમ સાથે ” સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન” ને સાર્થક કરવા શાળા ના બાળકો ના સ્ક્રીનીંગ(બ્લડ )ટેસ્ટ કરી સિકલસેલ ની તપાસ કરી કાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા હતા, સિકલસેલ રોગ વિશે વિસ્તૃત માહિતી આપી બાળકો ને માર્ગદર્શિત કરાયા હતા સાથે સાથે ટીબી,મેલેરિયા, લેપટોસ્પાઈરોસીસ, રક્તપિત ની પણ તપાસ કરવામાં આવી હતી.
ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય શાખા સુરત દ્વારા” રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” થકી બાળકો માં જાગૃતિ સંબંધે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(R B S K )ના ડો. ધર્મિષ્ઠા પટેલ, ડૉ જીગ્નેશ મકવાણા વગેરેની ટીમ દ્વારા ‘તમાકુ નિષેધ’ કાર્યક્રમ હેઠળ નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન શાળા માં કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વ્યસન મુક્તિ પ્રત્યેના પ્રેરક મૌલિક ચિત્રો અને નિબંધો નું આલેખન કર્યું હતું ,નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં એક થી ત્રણ નંબર પર આવનાર કૃતિઓને ઇનામ વિતરણ ગામના વડીલ નાથુદાદા ડો.મિતેશ પટેલ ,હેમંત ચૌધરી વગેરે ના હસ્તે કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલના સંચાલન સાથે જોડાયેલા ગામના વડીલ નાથુ દાદા નો જન્મદિવસ પણ યોગાનુયોગ આજરોજ હોવાથી શાળાના બાળકોને તિથિ ભોજન ના રૂપમાં અલ્પાહાર તેમજ આશીર્વચન સાથે અધ્યાત્મના પાઠ આ પ્રસંગે આપવામાં આવ્યા હતા , શાળા સંચાલક મંડળના પ્રમુખ તેમજ ગામના પ્રથમ નાગરિક સરપંચ બાબુભાઈ પટેલ શાળાના મંત્રી રાજેશભાઈ ચૌધરી સભ્ય કુંતાબેન ચૌધરી વગેરે ની પ્રેરક ઉપસ્થિત માં શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતલબેન દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
