29 અને 30 જુલાઈ દરમ્યાન પોઇચા મંદિર ખાતે 4 જિલ્લાના જિલ્લા પંચાયત ના ભાજપ ના ચૂંટાયેલા સભ્યો નો અભ્યાસ વર્ગ યોજાશે

નર્મદા,વડોદરા,ભરૂચ અને છોટાઉદેપુર ના ચૂંટાયેલા ભાજપ ના સભ્યો આ અભ્યાસ વર્ગ માં ભાગ લેશે

ગુજરાત પ્રદેશે નકકી કરેલ વક્તાઓ આ અભ્યાસવર્ગ માં સભ્યો ને માર્ગદર્શન કરશે

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો નો અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત ના 7 જિલ્લાઓમાં 29 જુલાઈ થી અલગ અલગ તારીખો એ 1 દિવસ નો અભ્યાસ વર્ગ રાખવામાં આવ્યો છે.જે સંદર્ભે નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ પોઇચા મંદીર ખાતે નર્મદા,વડોદરા,ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના ભાજપ ના ચૂંટાયેલા સભ્યો નો અભ્યાસ વર્ગ યોજાવા જઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના અભ્યાસવર્ગ ના સ્થળ પસંદગી માટે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રદેશ ભાજપની ટિમ નું ધ્યાન દોર્યું હતું.જિલ્લા યોજાનાર 4 જિલ્લાના જિલ્લા પંચાયત ના સભ્યો ના અભ્યાસવર્ગની વ્યવસ્થા નું માર્ગદર્શન જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જ્યારે અભ્યાસવર્ગની જવાબદારી રવિ દેશમુખ,ઝોન ની જવાબદારી નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને શહેર ભાજપ મહામંત્રી અજિત પરીખ સોંપવામાં આવી છે.અભ્યાસ વર્ગ માં બે દિવસ માં 7 સત્રો રાખવામાં આવ્યા છે જેમાં ભાજપ એ કરેલા કાર્યો,જનસંઘ થી ભાજપે કેવી રીતે કામ કર્યું તે વિશે ની માહિતી,ભાજપ ની પંચનિષ્ઠા વિશે એક સત્ર રાખવામાં આવ્યું છે.અભ્યાસ વર્ગમાં અલગ અલગ સત્ર માં ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી કરેલ વક્તાઓ બે દિવસ દરમ્યાન પોઇચા મંદિર ખાતે આવશે અને જિલ્લા પંચાયત ના ભાજપ ના ચૂંટાયેલા સભ્યો ને માર્ગદર્શન પૂરું પાડશે.આ બે દિવસ દરમ્યાન અભ્યાસ વર્ગ માંથી 4 જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા ભાજપના સભ્યો એ રાત્રી રોકાણ પણ કરવાનું આયોજન પોઇચા મંદિર ખાતે કરવામાં આવ્યું છે.નર્મદા જિલ્લાના હેડક્વાર્ટર રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે વ્યવસ્થાપન ની એક બેઠક પણ રવિ દેશમુખ,નિલ રાવ અને અજિત પરીખ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી.નર્મદા જિલ્લા ભાજપ ના કાર્યકર્તાઓને અલગ અલગ સમિતિ ની રચના કરી ને કામ સોંપી દેવામાં આવ્યું છે.જેથી 4 જિલ્લાના જિલ્લા પંચાયત ના આવનાર સભ્યો ને કોઈ તકલીફ ન પડે તેની ખાસ કાળજી પણ રાખવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *