સુમુલ ડેરીના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭૨મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

સુમુલ ડેરી ૧૮.૨૮% ના ઐતિહાસિક વૃદ્ધિદર સાથે વેચાણમાં સુમુલ અગ્રેસર

તાપી અને સુરત જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ૭૨મી વાર્ષિક સાધારણ સભામાં કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે સુમુલનું વાર્ષિક ટર્ન ઓવર રૂ|.૫૩૫૬ કરોડ થયું છે અને વિવિધ યોજના હેઠળ પશુપાલકોને રૂ|.૨૪.૬૮ કરોડની સહાય/સબસીડી ચુકવવામાં આવેલ છે. વર્ષ દરમ્યાન સુમુલ અને સુડીકો બેંક દ્વારા વ્યાજમુક્ત “દૂધગંગા પશુલોન” થકી ૧૨,૦૪૯ જેટલા લાભાર્થીને રૂ|.૮૦.૨૩ કરોડ જેટલી રકમની લોનની પૂર્તતા કરેલ છે. સુમુલ દ્વારા સભાસદોને રૂ|.૧૧૦ ભાવફેર પેટે કુલ રૂપિયા ૩૨૩ કરોડ સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને ચુકવવામાં આવ્યા હતા. જેમાં રૂ|.૫ બચત પેટે અને રૂ|.૫ના બોનસ શેરો આપવામાં આવનાર છે. સભાસદોને તેઓએ ખાનગી દાણ બંધ કરી સુમુલનું જ દાણ વાપરવા અને સુમુલની એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનીક જેવી સેવાઓનો લાભ લેવાનો આગ્રહ કર્યો. સુમુલ ડેરી હવે મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય રાજ્યોમાં પણ તેનું વિસ્તરણ કરવા જઈ રહી છે અને દૈનિક ૧૦ લાખ લિટર સાથે સુરત અને તાપીનું મળી કુલ ૨૫ લાખ લિટર દૂધનું સંપાદન કરવા માટે તેયારી કરી રહી છે.
આવનારા દિવસોમાં સુમુલ ડેરી દ્વારા ૧ લાખ લીટરના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ પણ પૂર્ણ થનાર છે. સુરત જીલ્લામાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબના માર્ગદર્શનમાં સહકારી પ્રવૃત્તિ ખુબ શિસ્તબદ્ધ રીતે ચાલી રહી છે. સાથે રાજ્ય સરકારના પ્રશ્નોના ઉકેલ માટે તેમણે પ્રદેશપ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ અને સુમુલના ડીરેક્ટર અને ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ અને સહકારી મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, મંત્રી શ્રી મુકેશભાઈ,મંત્રી શ્રી કુંવરજીભાઈ, જીસીએમએમએફ અને એનડીડીબીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.ગત વર્ષોમાં મળેલા સહકાર બદલ અને સુમુલની આ વિકાસયાત્રા અવિરત ચાલતી રહે તે માટે તેમણે સુમુલડેરીના સાથી ડીરેક્ટરશ્રીઓનો ઉપસ્થિત તમામ દૂધ ઉત્પાદકો, સહકારી આગેવાનોનો,સુમુલના ગ્રાહકો અને તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. આવનારા દિવસોમાં જીલ્લાની તમામ સંસ્થાઓ સહકારીતાના માધ્યમ થકી વધુને વધુ સમૃદ્ધ બને તેવી આશા વ્યક્ત કરી હતી.

સુમુલની પ્રગતિ તમામ પૂર્વ ચેરમેનોને પણ આભારી છે.સહકારી આગેવાન શ્રી ભીખાકાકાએ જણાવ્યું હતુ કે હાલમાં જ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દિલ્હી ખાતે ઉપસ્થિત સભામાં સહકારી પ્રવૃતિઓ રાજકીય ન બને તેવો આગ્રહ કર્યો છે ત્યારે આપણા સહુની જવાબદારી બને છે કે સુરત જીલ્લામાં સહકારી પ્રવૃત્તિ વધુ મજબુત બને અને સભાસદોના હિતમાં જ કાર્ય કરે.દિલ્હીમાં પણ મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ જેવા ગુજરાતીઓના નેતૃત્વનો ફાયદો પણ આપણે લેવો જોઈએ અને તેઓના હાથ વધુ મજબુત કરવા જોઈએ. આભાર વિધિ કરતા સુમુલના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પાઠકે સભાસદોને ખાતરી આપી હતી કે આવનારા દિવસોમાં સુમુલ હજુ ઘણી પ્રગતિ કરશે અને સુમુલ ડેરીનું બોર્ડ દરેક સભાસદોના પ્રશ્નોને સાંભળશે અને તેનું નિરાકરણ કરશે એવી ખાતરી આપી હતી. અન્ય અગત્યના આંકડાઓ ગત વર્ષની સરખામણીમાં દૂધ અને દુધની બનાવટો જેમકે દહીંમાં ૩૪.૮૧%, ઘીમાં ૨૩.૪૧% મીઠાઈમાં ૧૩.૨૭%, આઈસ્ક્રીમમાં ૩૫.૮૧%, પનીરમાં ૧૪.૧૩%, પાઉચ દૂધમાં ૧૦.૬૬% અને છાશમાં ૭.૬૫% વધુ વેચાણનો વૃદ્ધિદર હાંસલ કરેલ છે કરેલ છે.

રિપોર્ટ,મયુર પટેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM