દીનદયાળજીનું અંત્યોદય માટેનું ચિંતન , પ્રકલ્પો પાર્ટીની મૂડી–નરેન્દ્ર સોની

ભારતીય જનસંઘ ના સ્થાપક એવા પ. દીનદયાળજીની જન્મ જયંતીની ઉજવણી પુષ્પાજલી કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ પ. દીનદયાળ જીના જન્મ ,કવન વિશે જાણકારી આપી જણાવ્યું હતું કે આપણી પાર્ટીને આવા તત્વચિંતકો , વિચારકો મળ્યા એ મોટી વાત છે અંત્યોદય માટે તેમને કરેલા વિચારો , છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પોહચે , છેલ્લી પંક્તિમાં બેસેલા વ્યક્તિને સરકારી યોજનાનો લાભ મળે, સતા એ સેવાનું માધ્યમ બનાવવું જેવા તેઓના ચિંતન ના કારણે આજે ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યો તેમજ કેન્દ્રમાં ” સત્તા ને સેવાનું માધ્યમ” બનાવી કાર્ય કરી રહી છે.
અમારા સંવાદદાતાએ તેઓનો સંપર્ક કરતા નરેન્દ્રભાઈ સોનીએ વધુમાં જણાવ્યું કે આજ રોજ દાહોદ જિલ્લાનો પ્રત્યેક કાર્યકર્તા પોતાના ઘરે રહી પ. દિનદયાળજીને પુષ્પાજલી કરશે તેમજ વડાપ્રધાન 11 વાગ્યે સંબોધન કરશે ત્યારે તેમના વિચારો જાણશે. અને આજે જિલ્લાના 12 મન્ડલોમાં કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન કરેલા સેવાકિય કાર્યો ની માહિતી આપતી “સેવા હી સંગઠન” ઇ-બુક પુસ્તિકાનું વિમોચન તેમજ વર્ચ્યુઅલ સંવાદ થશે.
દાહોદ રિપોર્ટર કેતન ભટ્ટ
