કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ માં અનેરો ઉત્સાહ

શહેર ના રેસકોર્ષ મેદાન ખાતે નરેન્દ્રભાઈ મોદીએ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ હીરાસર એરપોર્ટ, કેકેવી બ્રિજ,સૌની યોજના જેવા અનેક વિકાસ ના કાર્યોનુ લોકાર્પણ કરી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ને અવિસ્મરણીય ભેટ આપી છે. નરેન્દ્રભાઈ મોદીએ વિશાળ જનસભાને સંબોધન પણ કર્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી પધારેલ વિચરતી અને વિમુક્ત જાતી પૈકીના ગાડલીયા લુહાર સમાજ પણ નરેન્દ્રભાઈ મોદી ને આવકારવા ખુબજ ઉત્સાહિત હતા.સાથે સાથે ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ દ્વારા અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળીને ગાડલીયા લુહાર સમાજ ના જનસંઘ વખતના સંબંધો ને વાગોળ્યા હતા. બપોર થી જ ખુબ મોટી સંખ્યામાં ગાડલીયા લુહાર સમાજ એસ.ટી.બસ મારફત અને પગપાળા રેસકોર્સ મેદાન ખાતે પહોંચ્યા હતા અને દેશના પ્રભાવશાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સંબોધન ને હર્ષભેર વધાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *