
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ,શાહ્ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીમાં તા.૨૭-૦૭-૨૦૨૩ને ગુરૂવારના રોજ ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ “રાજા રવિ વર્મા આંતર કૉલેજ ચિત્ર સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે એસ.પી.બી.સ્કૂલના આચાર્યશ્રી કેયુરભાઈ શર્મા અને કે.એન્ડ એમ.પી.પટેલ સ્કૂલના આચાર્યશ્રી પ્રતાપસિંહ બારસડીયા હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.સ્પર્ધાની શુભ શરૂઆત એફ.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની કુ.હેપ્પી પ્રજાપતિએ પ્રાર્થનાથી કરી હતી. ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણાસાહેબ દ્વારા શબ્દો અને પુસ્તકથી મહેમાનો તથા નિર્ણાયકશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કૉ-ઓર્ડીનેટર પ્રા. જીતેન્દ્રભાઈ વાછાણી દ્વારા મહેમાનો તથા પ્રા. ડૉ.મયંકભાઈ સોઢા દ્વારા નિર્ણાયકોનો પરિચય અને પ્રા. મેઘાબેન મહેતા દ્વારા સ્પર્ધકોને સ્પર્ધા વિષે સમજ આપી હતી. સમગ્ર વાતાવરણ આનંદ-ઉત્સાહ પૂર્ણ રહ્યું હતું. દક્ષિણ ગુજરાત વિસ્તારની જુદી જુદી કૉલેજોના ૩૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે એમ.કે.મેહતા કૉલેજ ઓફ એજ્યુકેશન, ઉમરગામની વિદ્યાર્થીની કુ.પિંકીબેન હળપતિ, દ્વિતીય ક્રમે જે.બી.ધારૂકાવાલા ગર્લ્સ આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થીની કુ.પ્રિયાંશીબેન પરમાર અને જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજની વિદ્યાર્થીની કુ.રુદ્રા ભીડે, તૃતીય ક્રમે જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજનો વિદ્યાર્થી શ્રી ધ્રુવિન ધામેલીયા અને જે.બી.ધારૂકાવાલા ગર્લ્સ આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થીની કુ.મિતલ ગોસ્વામી વિજેતા જાહેર થયા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી જશવંતભાઈ નથુકારાવાલા અને શ્રી અજીતસિંહ ખેરહાજર રહ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ટી.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની કુ.નેન્સી બોરડ દ્વારા અને આભારવિધિ પ્રા.ભૂમિબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.
