








સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વમાં અને પ્રોવોસ્ટ શ્રી ડો.પ્રફુલકુમાર ઉદાણી ના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ માં બી. ટેક અને બી.એસ.આઈ.ટી માં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે “પ્રયાગ 2023” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે કોલેજના બે સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં કોલેજના મિકેનિકલ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના કર્મચારી તરીકે ફરજ બજાવતા આર. ટી. ઓ ઇન્સ્પેક્ટર વિષ્ણુ અસલ અને કમ્પ્યુટર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિસનગર ખાતે સમર્થ ગ્રુપમાં સોફ્ટવેર ડેવલોપર તરીકે ફરજ બજાવતા મિલન પટેલ ને બોલાવવામાં આવ્યા. આ કાર્યક્રમ માં વિષ્ણુ અસલ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ખુબજ મુશ્કેલીઓ હોવા છતાંય અથાક મહેનત કરીને સિદ્ધિ હાંસલ કેવી રીતે કરી તે જણાવવામાં આવ્યું. કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં એક ગુરુ નું મહત્વ વધારે છે તેના વિશે વાત કરવામાં આવી. એક સામાન્ય કુટુંબમાંથી આવેલો વિદ્યાર્થી જીવન માં ખુબજ મહેનત કરીને એક ધ્યેય સુધી પહોંચે છે. તેના પછી મિલન પટેલ દ્વારા જીવન માં જ્ઞાન કરતા પણ વધારે મહત્વ કૌશલ્ય નું છે તે વિદ્યાર્થીને સમજાવ્યું. આજના યુગ માં વિદ્યાર્થી એ માત્ર એકજ ફિલ્ડ નું જ્ઞાન નહીં પણ દરેક ફિલ્ડ માં પોતાનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. આ બંને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જીવન માં કોલેજ દ્વારા તેમણે ધણુંય શીખવા મળ્યું છે અને તેઓ જે પણ મુકામે છે તેનો સમગ્ર શ્રેય સંસ્થાને આપ્યો. કોલેજ દ્વારા વિદ્યાર્થીને કોલેજબેગ નું પણ વિતરણ કરવામાં આવ્યું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવન માં ઊંચા લક્ષ્યાંક કેવી રીતે મેળવી શકાય તેના વિશે પ્રેરણા આપવામાં આવી. કોલેજ માં અધતન પ્રકારની લેબોરેટરી નો ઉપયોગ કરવા પણ જણાવ્યું. તેમના દ્વારા ખાસ વિદ્યાર્થીઓના નવા નવા વિચારો ઉપર કેવી રીતે કામ કરી શકાય તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રોવોસ્ટ શ્રી ડો.પ્રફુલકુમાર ઉદાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો ઉપર કામ કરી ને જીવન માં સફળ કેવી રીતે થવાય તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી. ટેકનિકલ ડાયરેકટર અને પ્રિન્સિપાલ શ્રી ડો. એચ. એન. શાહ દ્વારા વિદ્યાર્થીઓ ને ભવિષ્યની ટેકનોલોજી તથા કારકિર્દીની તકો વિષે માહિતગાર કરી તે સંબંધે કોલેજના અભ્યાસક્રમ દરમિયાન સમયનો સદુપયોગ કરી પોતાની જાતને તૈયાર કરવા આહવાન કર્યું હતું અને ડૉ. વિકાસ ભાવસાર દ્વારા આભરવિધિ કરવામાં આવી અને આ કાર્યક્રમ માં 300 થી વધારે વિદ્યાર્થીઓ અને વધારે સંખ્યામાં વાલીઓ એ પણ હાજરી આપી. સમગ્ર ઈજનેરી કોલેજના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.
