અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલી “સરદાર વલ્લભભાઇ પટેલ આંતર કૉલેજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા

જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કાજ, ખમરોલીમાં તા.૩૧-૦૭-૨૦૨૩ને સોમવારના રોજ ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી,રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ “સરદાર વલ્લભભાઇ પટેલ આંતર કૉલેજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે વાઇલ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રેસિડન્ટ આદરણીય શ્રી રોહિતભાઈ સુતરીયા અને વાઇલ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના સભ્યશ્રી આદરણીય મયુરભાઈ તળાવિયા હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાની શુભ શરૂઆત એફ.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની કુ. નુપૂર શાહે પ્રાર્થનાથી કરી હતી. ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણાસાહેબ દ્વારા શબ્દો અને પુસ્તકથી મહેમાનો તથા નિર્ણાયકશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કૉ-ઓર્ડીનેટર પ્રા. છાયાબેન નાયકે મહેમાનો તથા નિર્ણાયકોનો પરિચય અને પ્રા.ડૉ. ચિરાગભાઈ સિધ્ધપુરિયા દ્વારા સ્પર્ધકોને સ્પર્ધા વિષે સમજ આપી હતી. સમગ્ર વાતાવરણ આનંદ-ઉત્સાહ પૂર્ણ રહ્યું હતું. જુદી જુદી શાળાના ૧૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે “Is Global Warming an issue?” ના વિષય પર એસ.પી.બી.અંગ્રેજી માધ્યમ કૉલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની કુ.ઈશા કાપડીયા, દ્વિતીય ક્રમે “ભ્રષ્ટાચાર એ વ્યવહાર કે સ્વભાવ?” ના વિષય પર વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની કું.હેનવી ભલોડિયા અને ત્રીજા ક્રમે “Why Outdoor game is good?” ના વિષય પર જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીનો વિદ્યાર્થી શ્રી બિન્ધેશ્વર પાંડે વિજેતા જાહેર થયા હતા. સ્પર્ધામાં

નિર્ણાયક તરીકે શ્રીમતિ આશાબેન પારેખ અને શ્રી સંજયભાઈ બોસમિયા હાજર રહ્યા હતા, સમગ્ર સ્પર્ધાનું સંચાલન અને આભારવિધિ પ્રા. કમલેશભાઈ સાવલિયાસાહેબ દ્વારા કરવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM