ઊંઝા ઉમિયા માતાજી ના મંદિર ના હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન

મહેસાણા-ચેતન પટેલ
આજરોજ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની સંસ્થા દ્વારા ઊંઝા ઉમિયા માતાજી ના મંદિર ના હોલ ખાતે શ્રી ઉમિયા શરણમ્ મમ મહામંત્ર અખંડ ધૂન સપ્તાહ ૧૬૮ કલાક સુધી કરવામાં આવશે તે નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું ઊંઝા ઉમિયા માતાજીના ધામમાં ઉમિયા માતાજી ની અખંડ ધૂન કરવામાં આવશે શ્રી ઉમિયા શરણમ્ મમ મહામંત્ર ની અખંડ ધૂન સતત ૧૬૮ કલાક સુધી ચાલશે આ અખંડ ધૂન ૭ ઓગસ્ટ સવારે ૯ વાગે અખંડ ધૂન શરુ થશે અને ૧૪ ઓગસ્ટ ના ના રોજ ૧૦ વાગે અખંડ ધૂન પૂર્ણ થશે
આ કાર્યક્રમમાં આ પવિત્ર યાત્રાધામ મંદિર ના પૂરાં થયા તે નિમિત્તે આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે 168 વર્ષ પહેલાની ઐતિહાસિક ધડીને જીવંત કરી માં ઉમિયા ના ભક્તિરસમાં તરબોળ થવા પવિત્ર પુરષોત્તમ માસમાં નવધા ભક્તિમાં દર્શાવેલ નવ પ્રકારના ભક્તિરસમાના એકરસ નામ સંકીર્તન દ્વારા માં ઉમિયા ના પૂર્ણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા તથા દર્શન અને શ્રવણ દ્વારા આત્મકલ્યાન અને મા ઉમિયાની કૃપાદ્રષ્ટિનો લાભ લેવા ભાવિક ભક્તો તથા સત્સંગ મંડળો આ અખંડ ધૂનમાં ભાગ લેશે આ અખંડ ધૂન ના મુખ્ય યજમાન શ્રી કૈલાશબેન બાબુભાઈ કચરાભાઈ પટેલ જે આના મુખ્ય યજમાન છે આ કાર્યક્રમ શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞના આચાર્ય શ્રી રાજેશ અનંતદેવ શુક્લજીના હાથે કરવામાં આવશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM