અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત મિટિંગ યોજાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત ના પ્રમુખ ની અધ્યક્ષતા હેઠળ આગામી તા 10 અને તા 11 દરમ્યાન મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત તાલુકા ની 59 ગ્રામપંચાયતો ના તલાટીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યો ને આ કાર્યક્રમ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે એક મિટિંગ યોજાય હતી .જેમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ ની રૂપરેખા અંગે માહિતી આપવામાં આવી હતી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતર માં ‘મેરી માટી મેરા દેશ’ ઝુંબેશની જાહેરાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુરોનું સન્માન કરવાનો છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.છે ત્યારે ,તા 9મી થી 30મી ઓગસ્ટ, સુધી, ‘મેરી માટી મેરા દેશ’ ઝુંબેશમાં ગ્રામ્ય અને બ્લોક સ્તરે, સ્થાનિક શહેરી સંસ્થાઓ તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સુરક્ષા દળોને સમર્પિત શિલાફલકમની સ્થાપના જેવા કાર્યક્રમો તેમજ પંચ પ્રાણ સંકલ્પ, વસુધા વંદન, વીરો કા વંદન તેમજ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમો નો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા માં આગામી તા 10 અને 11 ઓગષ્ટ દરમ્યાન બે દિવસ મેરી માટી મેરા દેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન અને તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ની અધ્યક્ષતા હેઠળ એક મિટિંગ યોજાય હતી જેમાં અંકલેશ્વર ની 59 ગ્રામ પંચાયત ના તલાટીઓ ,તેમજ તાલુકા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા .જેમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તૃતીબેન જાની ,કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહીત તલાટીઓ ઉપસ્થિત રહ્યં હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM