રીપોર્ટ, મયુર પટેલ

આર. એન. જી. પી.આઈ. ટી. બારડોલી કોલેજના આચાર્ય ડૉક્ટર લતેશ ચૌધરી અને ટીમ દ્વારા બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રામકુવામાં ધોરણ 11 /12 ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વર્કશોપમાં કમિશનર ઓફ સ્કુલ દ્વારા 2.0 અંતર્ગત રાજ્યની શાળામાં 2000 વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ હેઠળ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 ફાળવવામાં આવનાર છે. આ સમગ્ર પોલીસીનુ અમલીકરણ કઈ રીતે કરી શકાય,વિદ્યાર્થીઓ કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકે તેની જાણકારી આપવામાં આવી.

બારડોલીના આર. એન .જી .પી .આઈ. ટી. પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે નોડેલ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી અનેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સંપન્ન કર્યા છે, તેની જાણકારી આપી.
શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લાના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ માટે ઝંપલાવ્યું છે, નોમિનેશન કર્યું છે, તેની જાણકારી આપી. ભારત સરકારની આ પોલીસીનો લાભ શાળાકી મેક ઇન્ડિયાની દિશામાં આ એક મહત્વનું પગલું બનશે, તેની વિસ્તૃત ચર્ચા કરી.
