રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્ર્મ અંતર્ગત પદાધિકારીઓનો એક દિવસિય તાલીમ કાર્યક્ર્મ યોજાયો

“ટી.બી. મુક્ત પંચાયત”થી “ટી.બી. મુક્ત ભારત”ના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા સૌ પદાધિકારી કટીબધ્ધ બનીએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

ઈકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્ર્મ અંતર્ગત પદાધીકારીઓનો એક દિવસિય તાલીમ કાર્યક્ર્મ યોજાયો.   
આ પ્રસંગે પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે,  સૌ પ્રથમ રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયા દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ક્ષય રોગની ભયાનકતા જે તે સમયે ખૂબ જ વધુ હતી તે સમય કહેવાય છે કે દર એક મિનિટે એક વ્યક્તિનું મોત થતું હતું. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે સરકારની સક્રિયતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ૨૦૨૫ માં ટીબી મુક્ત ભારત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેને સાર્થક કરવા માટે વડાપ્રધાનશ્રી દ્રારા વારાણસી ખાતે ટી.બી મુક્ત પંચાયત અભિયાન લોન્ચ કરાયું હતું.       
        ટીબી ને સંપૂર્ણપણે 2025 સુધીમાં ભારતમાંથી  દૂર કરવા અનેક પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે.  જેમકે નિક્ષય સહાય યોજના,  જેમાં ટીબીના દર્દીને દર મહિને ₹500 તેમના ખાતામાં જમા થાય છે.  લોકભાગીદારી ને જોડીને દાતાઓ દ્વારા પોષણ કીટ પહોંચાડવી જેવી અનેક સારી યોજનાઓ થકી આજે ટીબીને ઘણા અંશે આપણે કંટ્રોલ કરી રહ્યા છીએ. પદાધીકારીઓ પોતાના વિસ્તારમાં ટી.બી. અંગે જાગૃતિ ફેલાવા અભિયાનમાં જોડાય તે ખુબ જરૂરી છે. આ બાબતે ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ નાબૂદ કરવા તંત્રને અને આરોગ્ય વિભાગને મદદરૂપ બને. આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો. ફાલ્ગુનીબેનએ જણાવ્યું હતું કે, સરકારની ક્ષય નાબૂદી માટે ખૂબ જ સક્રિય ભૂમિકા રહી. તેમાં આજે ડિટેકશન, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, રિસર્ચ થકી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ડિટેકશન માટે માઈક્રોસ્કોપ યુનિવર્સિટી ટેસ્ટ વગેરે જેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, પહેલાના વખતમાં ટ્રીટમેન્ટમાં બે વર્ષનો કોર્સ ઇન્જેક્શન જેવી સુવિધાઓ હતી આજે ઓરલ ટ્રિટમેંટ ઉપલબ્ધ છે. દર્દીની  પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે છે.

  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી બેગડીયા, શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી પટેલ, મહિલા બાલ વિકાસ સમિતિના ચેરપર્સનશ્રી રેખાબા ઝાલા, દંડક શ્રી ધિરેનભાઇ અસારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચારણ, ડોક્ટરો  ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં જિલ્લાન પદાધિકારીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *