હિંમતનગર ખાતે અખિલ ગુજરાત દિવાન ફકીર વેલફેર સોસાયટી ની મિટિંગ મળી

ઈકબાલ મેમણ હિંમતનગર

અખિલ ગુજરાત દિવાન ફકીર વેલફેર સોસાયટી દ્વારા હિંમતનગર તાલુકા અને હિંમતનગર શહેરમાં વસતા દિવાન ફકીર સમાજના પરિવારોમાં આર્થિક સધ્ધરતા આવે શિક્ષણનો વ્યાપ વધે અને સામાજિક કુરિવાજો બંધ થાય તેમ જ સમાજની સમાજવાડી બનાવવા અને સમાજની દીકરીઓ અને દીકરાઓ માટે હોસ્ટેલ બનાવી અને શૈક્ષણિક સંસ્થા ઉભી કરવી તે હેતુની ચર્ચાઓ સાથે મીટીંગ મળી હતી જેમાં હિંમતનગર તાલુકાના અને શહેરના પરિવારો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે અખિલ ગુજરાત દિવાન ફકીર વેલફેર સોસાયટીના પ્રમુખ હુસેન દીવાને પોતાના પ્રવચનમાં સમાજને એક કરવા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ સમાજ સંગઠિત થાય તે મુદ્દા પર ભાર મૂક્યો હતો જ્યારે સેક્રેટરી રજબ ફકીરે સમાજમાં શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવી અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને શિક્ષણ ક્ષેત્રે સહાય મળી રે તેમજ શિક્ષણનો વ્યાપ વધે અને આરોગ્યનો પણ વ્યાપ વધે તેના પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ મયુદ્દીનઅલી ફકીર, કારોબારી સભ્ય મૌલાના સાજીદ અશરફી, ઝાકીરશા ફકીર ,યાકુબશા ફકીર, અબ્દુલ શા સાઈ રસુલશા ફકીર, ગુલાબશા ફકીર, સિકંદરશા ફકીર , સાદીકશા ફકીર, મહંમદ શા ટીનાભાઇ વકીલ ઇલિયાસ ફકીર. અયુબશા ફકીર, અક્રમ દિવાન, માસુમ દિવાન, સાહિલ દિવાન, દીન મોહમ્મદ દિવાન,તેમજ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા હાજર તમામ લોકોએ સમાજને સંગઠિત કરવામાં એક સાથે હાથ ઊંચા કરી અને સંમતિ આપી હતી સમાજમાં જલ્દીથી જલ્દી સંગઠન બને અને સમાજમાં સંગઠન સાથે સાથે શિક્ષણ તેમજ આરોગ્ય અને સમાજવાડી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ઉભી થાય તેવા પ્રયત્નો કરવા સંમતિ આપી હતી વધુ ચર્ચા વિચારણા કરવા માટે સમાજની આગામી મીટીંગ તારીખ ૨૭/૮/૨૩ ના રવિવારના રોજ રાખવામાં આવી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM