વિજયનગર ની ભાખરા ગ્રામ પંચાયતમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

વિજયનગર ની ભાખરા ગ્રામ પંચાયતમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો
ઈકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં”આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આયોજિત ” મારી માટી મારો દેશ”કાર્યક્ર્મ વિજયનગર તાલુકાની ભાંખરા ગ્રામ પંચાયત દેશભક્તિ સભર માહોલમાં ઉજવાયો હતો.
તાલુકા પંચાયત સદસ્યશ્રી જયેન્દ્રભાઈ બરંડા , તલાટી મંત્રી શ્રી દિક્ષિતભાઈ નિનામા હાજર રહીને કાર્યક્ર્મમાં સહભાગી થયા હતા.
વિજયનગર તાલુકાના તમામ ગામોમાં પદાધિકારીઓ, નાગરીકો આ કાર્યક્રમ સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાજંલિ આપી હતી. ગ્રામ પંચાયતો ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ હાથમાં દીવા લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબ્ધતા નો શપથ લીધા હતા ગામમાં સ્થાનિક કક્ષાએ 75 વૃક્ષોનું વાવેતર કરી વસુંધાવંદન થકી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવી. દેશની રક્ષા કાજે બલિદાન આપનાર વિરોના પરિવારોનું સન્માન કરીને વીરોને વંદન થકી. શ્રદ્ધાજંલી અર્પવામાં આવી હતી. કાર્યક્ર્મમાં અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતુ. આમ વિજયનગર તાલુકાના દરેક ગામમાં “મારી માટી-મારો દેશ”કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM