વ્યારા ખાતે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત “ મેરી મિટ્ટી મેરા દેશ” ના કાર્યક્રમ અંતર્ગત આજરોજ તાપી જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યારા નગરમાં પોલીસ/હોમગાર્ડ/જી.આર.ડી/ ટી.આર.બી/એસ.પી.સી તથા શાળાના બાળકો અને નગરપાલિકાના કર્મચારી તથા પોલીસ બેન્ડ સાથે તિરંગાયાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જે તિરંગા યાત્રામાં શ્રી મોહનભાઇ કોકણી (ધારાસભ્યશ્રી ૧૭૧- વ્યારા), શ્રી રાહુલ પટેલ (પોલીસ અધિક્ષશ્રી, તાપી), શ્રી ચંદ્રરાજસિંહ જાડેજા (નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા), શ્રીમતિ સેજલબેન રાણા (નગરપાલિકા પ્રમુખ, વ્યારા) શ્રી એન.એસ.ચૌહાણ (પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, વ્યારા) તથા પોલીસ અધિકારીશ્રીઓ તથા વ્યારા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓએ ઉત્સાહપુર્ણ રીતે ભાગ લીધો હતો. તિરંગા યાત્રા પુર્ણ થયેથી ઉપસ્થિત તમામ અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેલ તમામને શપથ લેવડાવી રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *