ગાંધીનગર તિરંગા સાથે ભારત માતાનું ગૌરવ ગાન કરતા “ભારત માતા કી જય”ના નારા સાથે ગુંજી ઉઠ્યું

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન અર્બેનીયા મોલ, કુડાસણ થી સરદાર ચોક, કુડાસણ સુધી કરવામાં આવ્યું. દેશભક્તિના રંગે રંગાયેલું ગાંધીનગર તિરંગા સાથે ભારત માતાનું ગૌરવ ગાન કરતા “ભારત માતા કી જય”ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કમિશનરશ્રી જે.એન. વાઘેલા, ડે. કમિશનરશ્રી કેયુરભાઈ જેઠવા, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ- કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *