ડીસા ખાતે શ્રી ભાગવત કથા તેમજ ગૌરામ કથા નું આયોજન

જીવનદર્શન મંગળવાર તારીખ 15-8-2023ટેંટોડા ગૌશાળામાં બિમાર ગૌમાતાઓની હોસ્પિટલ નિર્માણ હેતુ અકલ્પનીય સફળતા પામેલ હરિદ્વારની શ્રી ભાગવતકથા તેમજ શ્રી ગૌરામકથા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ડીસા જલારામ મંદિર સમગ્ર ઉતર ગુજરાતનું એક દર્શનીય સેવાધામ બનેલ છે.ભોજનસેવા,આરોગ્ય સેવા ઉપરાંત પૂર,ભૂકંપ,કોરોના જેવી આપતિઓમાં ડીસા જલારામ મંદિર દ્રારા પરોપકારી પ્રવૃતિઓ નિરંતર ચાલુ જ રહે છે.છેલ્લા પાંચ વર્ષથી દર ગુરૂવારે ભજનના માધ્યમથી હિંદુ જાગૃતિ તેમજ ગૌસેવાનું અમૂલ્ય કામ કરનાર શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અત્યાર સુધીમાં 25 જેટલી ગૌશાળાઓમાં ગૌમાતાઓના પોષણ માટે ઘાસ પેટે અંદાજે 65 લાખ રૂપિયા જેટલી રકમ અપાઈ ચૂકી છે.ઘણા વર્ષોથી કાર્યરત એવા શ્રી સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થાય છે.આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 1-8-2023 મંગળવારથી તારીખ 7-8-2023 સોમવાર સુધી પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજના વ્યાસાસને દિવસે શ્રી ભાગવતકથા તેમજ પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને રાત્રે શ્રી ગૌરામકથાનું દિવ્ય તેમજ પવિત્ર આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર આશ્રમ,ભૂપતવાલા,હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું.કોઈક એવી શુકનિયાળ ઘડીએ ગૌસેવા હેતુ કથા કરવાનો શુભ વિચાર આયોજકોને આવ્યો અને આ વિચારને અદભૂત,અદ્રિતિય,અકલ્પનીય,અજોડ સફળતા પણ મળી. તારીખ 24-2-2023 ના રોજ પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ તેમજ મહેશભાઈ ઉડેચાએ હરિદ્વાર જઈ શ્રી સ્વામિનારાયણ મંદિર આશ્રમની મુલાકાત લઈ પ્રાથમિક ભૂમિકા તૈયાર કરી.માર્ચ-2023 થી રેલ્વેની આવન-જાવન ટિકિટોનું બુકિંગ શરૂ થયું.200 યાત્રિકોને લઈ જવાના આયોજન સામે 252 યાત્રાળુઓનાં નામ નોંધાયાં જે કથા વખતે 270 આસપાસ થયાં.તારીખ 13-5-2023 ના રોજ સમગ્ર અવસરને આખરી ઓપ આપવા પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠકકર,દીલીપભાઈ રતાણી સહિત સૌએ હરિદ્વાર જઈ રહેઠાણ,ભોજન,મંડપ,સાઉન્ડ,કથા ડોમ વિગેરેની સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા તેમજ નિરિક્ષણ કરી કોઈ પણ યાત્રિકને રજભાર તકલીફ ના પડે તેનો રોડમેપ બનાવ્યો.શશીકાંતભાઈ ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,નરેશભાઈ ડી.આચાર્ય,ભરતભાઈ ભાવિક,મણીભાઈપટેલ-શેઠ,પિયુષભાઈ આચાર્ય,મહેશભાઈ જીવરાજભાઈ પોપટ,,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી જેવા મિત્રોનાં સૂચનો અને સહકાર મળ્યો.કનુભાઈ કે.આચાર્ય,શારદાબેનઆચાર્ય,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,વિષ્ણુદાન ગઢવી,સુખરાજભાઈ સોની,અમરતભાઈ દેસાઈ,મોતીલાલ જાટ,ઈશ્ર્વરભાઈ દેસાઈ,કમલેશભાઈ માધુ,મુકેશભાઈ સોની-સપ્રેડા,નવીનભાઈ સોની-થરાદ,રામભાઈ રાજપૂત,નરપતજી રાવ,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,મહેશભાઈ રાયચંદભાઈ ઠકકર,અશોકભાઈ બાલાજી,હિરેનકુમાર રાચ્છ,ડો.જગદીશભાઈ કે.ઠકકર, કમલેશભાઈ ભોજરાજભાઈ ઠકકર,નરેશભાઈ ઉડેચા,સુભાષભાઈ ઠકકર જૂના ડીસા,ભગીરથભાઈ સુથાર,ધાનભારતીજી,વિનોદભાઈગોહિલ,મહાદેવભાઈ પટેલ,ચોથાભાઈ આલ,ગોવાભાઈ રબારી,ભરતભાઈ ગોકલાણી,તારાચંદભાઈ લાલાર,હસુભાઈ થરા,ભવાનભાઈ,હીરાલાલ,ચંપકભાઈ દવે,રોહિતભાઈ પટેલ,પ્રેમસિંહ,કેસરસિંહ,સુરેશભાઈ વાલેવડાવાળા,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર,રમેશભાઈ કચરાણી,વસંતભાઈ નટવરલાલ ઠકકર,કરસનભાઈ ગજ્જર,સંડેર ગ્રુપ,ડો.જીતેન્દ્રભારથી ગોસ્વામી જેવા અનેક સહયોગીઓની હૂંફ મળી.જયોતિબેન આર.ઠકકર,શિલ્પાબેન,ભારતીબેન જે.,મીનાબેન,બીનાબેન,ફાલ્ગુનીબેન ,અરૂણાબેન,ભારતીબેન દિયોદર,સરોજબેન,રવિનાબેન,જ્યોતિબેન વી.,વર્ષાબેન,પીન્કીબેન,ભારતીબેન આચાર્ય,પલ્લવીબેન,જયશ્રીબેન તેમજ નીતાબેન રાચ્છ,પૂર્ણિમાબેન પટેલ,કપીલાબેન બ્રહ્મભટ્ટ,રેખાબેન,ગીતાબેન પરમાર,જ્યોત્સ્નાબેન પટેલ,ઈન્દિરાબેન મેવાડા,મીતલબેન,લીલાબેન જેવી ઉત્સાહી બહેનો તેમજ મૈત્રી,જાનકી,ૠત્વી,ઉર્વશી,રીપલ,કૃપા,આયુષી,અમીષા,અદિતિ,રાજવી,શ્ર્લોકા,ખુશ્બુ જેવી દીકરીઓનો વિશિષ્ટ સહકાર મળ્યો.બેઉ કથાઓમાં સરસ મજાનું સાજીંદા ગ્રુપ અને તેમાંયે શ્રી જયરામભાઈ સાધુની ગાયકીએ આગવો રંગ રાખ્યો.કથામાં જોડાયેલ 270 વ્યકિતઓમાંથી બધા જ હકારાત્મક,રચનાત્મક અને સકારાત્મક મળ્યા. કથામાં એક પણ વ્યકિત ટીકા કરવાવાળી,રિસ ચડાવવાવાળી,અહંકારી,કજિયાવાળી કે નફરત કરવાવાળી નહોતી એ કથાની ખૂબ જ મોટી ફલશ્રુતિ હતી. કથા દરમિયાન ટેટોડાથી પૂજ્ય રામરતનજી મહારાજ સહિત વિવિધ સંતોએ પધારી અનહદ રાજીપો વ્યક્ત કરી અઢળક આશીર્વાદ આપ્યા.ટેંટોડા શ્રી રાજારામ ગૌધામમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે ગૌમાતાઓ માટે હોસ્પિટલ બનાવવાના શુભ વિચારને સૌએ સહર્ષ વધાવી,યથાશકિત યોગદાન નોંધાવી અનહદ આનંદ વ્યક્ત કર્યો.કથા દરમિયાન આવતાં અલગ અલગ પાત્રોની અતિ સુંદર વેશભૂષા હિંમતનગરના જયંતિભાઈ સુખડીયા તેમજ રાધાબેન સુખડીયાએ સરસ રીતે કરી હતી.કથામાં મોટી ઉંમરના વડીલોએ જોડાઈ આનંદ લૂંટયો.મહેશભાઈ ઉડેચાના નેતૃત્વમાં ખૂબ જ સારી ભોજન વ્યવસ્થા હોઈ એક પણ વ્યકિત બિમાર ના પડી.અનેક મિત્રોએ ૠષિકેષ,દહેરાદૂન,મસૂરી,નીલકંઠ મહાદેવ,હરિદ્વારનાં સ્થાનિક જોવાલાયક મંદિરો-સ્થળોની મુલાકાત લઈ ફેરો વસૂલ કર્યો. તારીખ 29-7-2023 શનિવારે શ્રી જલારામ મંદિર ડીસા ખાતેથી વાજતેગાજતે શરણાઈના સૂર સાથે શ્રી ભાગવત ભગવાનનું હરિદ્વાર માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું.તારીખ 31-7-2023 રવિવારે પાલનપુર રેલ્વે સ્ટેશન ઉપર પાલનપુરના સહ્દયી સજ્જન મિત્રો સર્વ પિયુષભાઈ રાવલ,પરેશભાઈ લક્ષ્મીનારાયણ,વિનોદભાઈ કેપ્ટન,ભાયચંદભાઈ પટેલ સહિત મિત્રોએ સૌને સન્માનિત કરી ભાવભીની વિદાય આપી.મીડિયાના મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા.ડીસા,ભીલડી,પાલનપુર રેલ્વે સ્ટેશન સ્ટાફનો અવિરત સહકાર-સ્નેહ મળ્યો.સૂરતના પી.પી.વકીલ,ભીલડીના રમેશભાઈ ક્સ્તુરજીભાઈ ઠકકર,દેવચંદભાઈ તલાટી,બાબુભાઈ ફાગુદ્રા,રતિલાલ જીવણજી શિહોરી,પોપટભાઈ વંદના ડીસા,ગોપાલભાઈ શાહ અમદાવાદ,પાલનપુરના મનીષભાઈ ઠકકર સહિત સૌ અગાઉથી જ હરિદ્વારમાં હતા.આ તમામ સ્નેહીજનોએ કથામાં અવારનવાર હાજર રહી અવર્ણનીય માર્ગદર્શન તેમજ સહકાર આપ્યો.ડીસાના રસોઈયા કાળુભાઈ,રાજુભાઈ,આબુરોડથી ચા-કોફી બનાવનાર મોતીલાલ,દિનેશભાઈ,જલારામ ભોજનાલય ડીસાના સેવક જગદીશભાઈ દયાળજીભાઈ ઠકકર સહિત સૌની તનતોડ મહેનતથી સમગ્ર અવસર અજવાસપૂર્ણ બન્યો.શ્રી જલારામ મંદિર ડીસાના સમગ્ર કર્મચારી ગણનો પણ જોરદાર સહયોગ મળ્યો.અનિલભાઈ ત્રિવેદી વિડિયોગ્રાફર,નરેશભાઈ તેમજ ધેનુ ટી.વી.વાળા મિત્રોની મહેનત સરાહનીય હતી. પ્રથમ દિવસે પોથીયાત્રા સારી રહી તો છેલ્લા દિવસે વિદાય વખતે સૌની આંખો હર્ષાશ્રુથી ઉભરાઈ ગઈ. પરત ફરતાં રસ્તામાં કોઈને તકલીફ ના પડે તે માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી.કથા દરમિયાન બે રાત્રિએ સરસ આઈસ્ક્રીમની વ્યવસ્થા હતી.આનંદભાઈ પી.ઠકકરે કથાનું સતત કવરેજ કરી સુંદર પ્રસારણ કર્યું હતું.ઉપવાસ અનુસંધાને ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર આશ્રમ ઉપરાંત બે હોટલોમાં સૌની રહેવાની વ્યવસ્થા કરાઈ હતી.સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પવિત્ર અને દર્શનીય ગણાતી મા ગંગામૈયામાં સૌએ વારંવાર સ્નાન કરી મજા માણી હતી.હરિદ્વારમાં સૌએ સગવડતા તેમજ જરૂરિયાત મુજબ ખરીદી કરી.બેઉ કથાઓમાં સૌ ભાઈઓ-બહેનો મન ભરીને રમ્યાં,ઝૂમ્યાં,નાચ્યાં અને મોજ કરી.વારંવાર વરસાદ ચાલુ રહેતાં કથા હોલમાં ઠંડક રહી.રેલ્વે મુસાફરી દરમિયાન તમામ ઈનચાર્જ મિત્રોએ જવાબદારીપૂર્વક સેવા બજાવતાં કોઈ જ અગવડ ના પડી. જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી સીતારામજી ભગવાન,શ્રી રાધાકૃષ્ણજી,શ્રી ગણેશજી ભગવાન,પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય ગૌમાતાના અતૂટ,અખંડ,અમાપ,અસીમ,અનરાધાર,અખૂટ,અવિરત આશીર્વાદ અને કૃપાથી સમગ્ર કથાયાત્રા નિર્વિઘ્ને પાર પડી.”ના ભૂતો ના ભવિષ્યતિ” ની જેમ સમગ્ર કાર્યક્રમ ચિરસ્મરણીય બની રહ્યો.જે મિત્રો કથામાં આવ્યા એમને અનહદ આનંદ આવ્યો.ના આવી શક્યા તેમને અફસોસ થયો અને ભવિષ્યમાં ફરી આયોજન થાય તો આવવા માટે તૈયારી બતાવી.સમગ્ર સનાતન હિંદુ સમાજની તમામ જ્ઞાતિઓમાંથી આ કથામાં લોકો જોડાયા હતા અને હિંદુ સમાજની એકતા વધે તેવું અદ્રિતિય કાર્ય થયું હતું.એક મોટો હિંદુ પરિવાર આ કથાથી રાજીપો અનુભવી ભવિષ્યમાં ગૌમાતાઓ માટે સમર્પિત ભાવથી કામ કરવા કટિબદ્ધ બન્યો.પરત ફરેલા સૌ યાત્રિકોનું પોતપોતાની સોસાયટી કે ગામમાં સન્માન પણ થયું.સમગ્ર કથા અવસરને સફળતા સાંપડતાં સૌએ હાશકારો અનુભવી રાજીપો વ્યક્ત કર્યો.ગૌમાતાઓની આજીવન સેવા કરવા સૌએ ખાત્રી આપી. ભારત દેશમાં ગૌમાતાઓના રક્ષણની જવાબદારી આપણા સૌના શિરે છે ત્યારે હરિદ્વારની આ ગૌકથા અનેકજનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.કથાને સફળતા મળતાં આયોજકોના થાકને પણ વિરામ મળ્યો.સૌને નતનવા પરિચય થયા.નજીકના દિવસોમાં જ ગૌમાતાઓ માટેની હોસ્પિટલનું ખાતમૂહુર્ત-ભૂમિપૂજન તેમજ ઉદ્ઘાટન થાય તેવો સૌએ મક્કમ નિર્ધાર કર્યો.સૌ દાતાઓના સહયોગની સાથે જ સૌ સંતો-મહંતોના આશીર્વાદ સતત આપણી સૌની સાથે રહે તેવી પરમપિતા પરમાત્મા તેમજ પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના…

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM