દેશભરમાંથી પહોંચેલ ૧૮ હજાર લોકોએ દાદીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.
વહેલી સવારથી રાત સુધી ચાલુ રહ્યો ધ્યાનનો દોર





આબુ રોડ (રાજસ્થાન).
બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીને શ્રધ્ધાંજલિ આપવા માટે દેશભરમાંથી ૧૮,૦૦૦ લોકો પહોંચ્યા. લોકોએ લાઈનમાં ઉભા રહીને દાદીજીને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી.
સવારે ૮ વાગે, પહેલાં વર્તમાન મુખ્ય પ્રશાસક રાજયોગીની દાદી રતનમોહિનીજી, મહાસચિવ રાજયોગી બી.કે.નિર્વેરભાઈ, સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે.મુન્ની દીદી અને વરિષ્ઠ બી.કે.ભાઈઓ અને બહેનો પ્રકાશ સ્તંભ પર પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પછી લાઈનમાં ઉભા રહીને લોકોએ દાદીજીને યાદ કરીને નમન કર્યા.
દાદીજીની ૧૬મી પુણ્યતિથિ શુક્રવારે ભારત સહિત ૧૩૭ દેશોમાં વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવવામાં આવી હતી.
સંસ્થાના ૮,૦૦૦ સેવાકેન્દ્રો ખાતે દાદીજીના જીવન ચરિત્રોને યાદ કરીને બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયમંડ હોલમાં આયોજિત વિશ્વ બંધુત્વ કાર્યક્રમમાં મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી રતનમોહિનીજીએ જણાવ્યું હતું કે, તેમને બાળપણથી જ દાદીજી સાથે સાથે અંગ સંગ રહેવાનો મોકો મળ્યો હતો. દાદીજી એટલા આજ્ઞાકારી હતા કે બાબાએ કહ્યું અને દાદીજીએ કર્યું. દાદીજી હંમેશા વિશ્વના કલ્યાણનો વિચાર કરતા. તેમના મનમાં હંમેશા એક જ વિચાર ચાલતો હતો કે, દેશ અને દુનિયાના મારા ભાઈ-બહેનોને સુખ અને શાંતિનો સંદેશ, ભગવાનનો સંદેશ, રાજયોગનો સંદેશ કેવી રીતે પહોંચાડવો.
દાદીજીની ક્ષમતાઓ જોઈને બાબાએ સોંપી બાગડોર –
મહાસચિવ રાજયોગી બી.કે.નિર્વેરભાઈએ જણાવ્યું હતું કે, દાદીજીમાં રહેલી અદભુત ક્ષમતા જોઈને ગીતા જ્ઞાન દાતા પરમપિતા પરમાત્મા શિવબાબાના સાકાર માધ્યમ બ્રહ્માબાબાએ તેમને આ વિશ્વ વિદ્યાલયની બાગડોર સોંપી હતી. બાબાએ દાદીજી પાસેથી જે અપેક્ષા રાખી હતી, તે અપેક્ષા કરતાં પણ વધુ તેમણે પૂરી કરી. લાખો લોકોને સાથે લઈને ચાલવાનુ અને બધાને સંતુષ્ટ કરવાનું કામ ફક્ત દાદીજી જ કરી શકતા હતાં. સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે.મુન્ની દીદીએ જણાવ્યું હતું કે, મને વર્ષો સુધી દાદીજીની સાથે રહીને સેવા કરવાનો મોકો મળ્યો. દાદીજી પાસેથી જે શીખ્યુ તે સેવામાં યુઝ કરું છુ. તેમની સમજણ અને ઉપદેશો આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. જ્ઞાન સરોવરના નિર્દેશિકા અને સંયુક્ત મુખ્ય પ્રશાસિકા ડૉ.નિર્મલા દીદીએ કહ્યું કે, દાદીજીએ મને લંડનમાં સેવા આપવા મોકલી હતી. પત્રના માધ્યમ થી દાદીજીને સેવા સમાચાર મોકલતા હતાં.
દાદીઓની મહેનતને કારણે વિશ્વ વિદ્યાલય આજે આ તબક્કે છે.
આ કાર્યક્રમમાં પ્રયાગરાજથી આવેલા ધાર્મિક પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા રાજયોગિની મનોરમા દીદીએ દાદીજી સાથેના તેમના અનુભવો વર્ણવતા કહ્યું કે, દાદીજી કહેતા હતા કે, એક રૂપિયામાં દસ વ્યક્તિ ભોજન કરતાં હતાં. જ્યારે બ્રહ્માકુમારીઝને કોઈ ઓળખતું ન હતું ત્યારે દાદીઓએ દેશના ખૂણે ખૂણે જઈને પરમાત્માનું જ્ઞાન આપ્યું હતું. દાદીઓ રેતીમાં બેસીને જ્ઞાન સંભળાવતા. તે સમય ગાળામાં તેમણે પ્રતિકૂળ સંજોગોમાં લોકોને આધ્યાત્મિકતાનો સંદેશો આપ્યો હતો. અથાક પરિશ્રમ, બલિદાન, સમર્પણ અને ઈશ્વર પ્રત્યેના અતૂટ પ્રેમનું પરિણામ છે કે આજે આ વિશ્વ વિદ્યાલય આ મુકામ પર છે. દાદીજી બધા સંતો અને મહાત્માઓને ખૂબ માન આપતા. આ પ્રસંગે મીડિયા નિર્દેશક બી.કે.કરૂણાભાઈ, કાર્યકારી સચિવ બી.કે.ડો.મૃત્યુંજયભાઈ, મીડિયા પ્રભાગના ઉપાધ્યક્ષ બી.કે.આત્મપ્રકાશભાઈ, બી.કે.ગીતાદીદી, બી.કે.પ્રકાશભાઈ સહિત દેશભરમાંથી આવેલ લોકો ઉપસ્થિત હતાં.- પ્રકાશ સ્તંભ ખાતે દાદીજીને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે મુખ્ય પ્રશાસક રાજયોગીની દાદી રતનમોહિની, મહાસચિવ રાજયોગી બી.કે.નિર્વૈર ભાઈ, સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે.મુન્ની દીદી સહિત વરિષ્ઠ બી.કે.ભાઈઓ અને બહેનો.દાદીમાને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રકાશ સ્તંભ પર લોકોની ભીડ ઉમટી હતી. કાર્યક્રમ દરમિયાન ડાયમંડ હોલમાં દેશભરમાંથી ઉપસ્થિત લોકો.શ્રદ્ધાંજલિ આપવા માટે લાઈનમાં ઉભા લોકો.
