ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા “મતદાતા ચેતના અભિયાન” સુરત સચિન ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા પ્રારંભ કરાવાયો

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા સુરત લોકસભા વિસ્તારમાં ત્રણ વિધાનસભામાં આ અભિયાનની શરૂઆત કરાવી.


લોકતંત્રના મહાપર્વ માં નવા મતદારો મહત્તમ થી મહત્તમ સંખ્યામાં જોડાઈ રહે તે હેતુ સર ગુજરાત અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “મતદાતા ચેતના અભિયાન”નો આજરોજ ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ બુથ નંબર ૮૬ માં હાજર રહી આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આજરોજ આ અભિયાનની વિધિવત શરૂઆત કરાવી.
પ્રારંભીક પ્રસંગે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે,નવા મતદાતાઓને જોડવા માટે,તેમજ મતદાતાઓ માં જનજાગૃતિ માટે દેશ અને ગુજરાતમાં “મતદાતા ચેતના અભિયાન”ની આજથી શરૂવાત કરવામાં આવી છે.
દેશના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર એક રેકોર્ડ કર્યો છે.જે બદલ વૈજ્ઞાનિકો અને પ્રધાનમંત્રી ને અભિનંદન પાઠવીએ છીએ.
કાર્યકર્તાઓ એક ટીમ બનીને કાર્ય કરી રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે.જે કોઈપણ મતદાતાની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ હોય તે મતદાતાનું નામ મતદારયાદીમાં ઉમેરવાની કામગીરી હાથ ધરવાની છે.૧૮ વર્ષ પૂર્ણ થતા નવા મતદારોને જોડવાના છે.વધુમાં અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે આગામી વર્ષ ૨૦૨૪ ની લોસસભાની ચૂંટણીમાં ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરતા જણાવ્યું હતું કે,જે ઇમારત બનશે તે ખૂબ જ મજબૂત હશે.
આ વખતે ૪૦૦ સીટો ને પાર કરવાના છીએ.જે બુથ માઇનસ બુથ છે તેને કઈ રીતે પ્લસ કરી શકાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.કેન્દ્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી ઝુંબેશ સારી રીતે પાર પાડવામાં ભાજપના કાર્યકર્તાઓ હર હંમેશ અગ્રેસર હોય છે.
આ અભિયાન ની શરૂઆત કરાવતા આદરણીય ગુજરાત સરકારમાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ કહ્યું હતું કે
૨૦૧૨ માં હું આપ તમામ સાથે પહેલુ ઇલેક્શન લડ્યો હતો ત્યારે
લોકો કહેતા હતા કે ડિપોઝિટ પણ જતી રહેશે પરંતુ આપ તમામ ના આશીર્વાદ થી હું વિજય થયો
મારી ઉમર ના લોકો કેફે માં બેસી દેશ ની તકલીફો અંગે ચર્ચા કરે છે
સરકાર માં રહેલી ખામીઓ કાઢવામાં આવે છે પરંતુ મતદાન કરવા જતા નથી તે માટે સોશિયલ મીડિયા ના માધ્યમ થી લોકો ને વિનંતી કરવી પડે છે કે મતદાન કરો
મતદાન ના અધિકાર નો પૂર્ણ ઉપયોગ નથી થઈ રહ્યો જેના કારણે કેટલીક તકલીફો નો સામનો કરવો પડે છે
ચંદ્ર યાર્ન ૩ નું લેન્ડિંગ તમામ એ નિહાળ્યું છે. દેશને વિકાસની રાહ પર અગ્રેસર થવા બદલ બદલાવ લાવવા તમામ એ મતદાન નો ઉપયોગ કરવો જરૂરી
જેના માટે મતદાર યાદી માં તમામ નું નામ હોવું જરૂરી છે આજે હું તમામ ને એજ વિનંતી કરવા આવ્યો છું
કેન્દ્રીય રેલવે તથા કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા આજે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાના બુથ નંબર ૭૫,૭૬ અને ૪૪ તથા ઓલપાડ વિધાનસભા તથા કરંજ વિધાનસભા માં આ અભિયાનની શરૂઆત કરાવતા યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે તેમને મળી રૂબરૂ તેમના મતદાન કાર્ડ તેમને સુપ્રત કર્યા હતા
સાથે જ દેશ નિર્માણ માટે જરૂરી મતદાન અને મતદાતા ની સચોટ માહિતી વિશે વાત કરી અને સૌને આ અભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું
આદરણીય શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા દ્વારા કતારગામ વિધાનસભામાં આ અભિયાનની શરૂઆત કરાવી હતી
આ પ્રસંગે સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદાધિકારીઓ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી શરૂઆત કરાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM