
અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

આજના પર્વને આધારિત ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે આજે ભાઈ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી.ભગવાન શામળિયાને મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરાઈ ,ભક્તો એ પણ ભગવાનને “રક્ષા કરજે શામળિયા ” ના હૃદયના ભાવ સાથે રાખડી અર્પણ કરીને આજે દર્શનનો લાભ લીધો.
ભગવાન શામળિયા જગત ના ભાઈ છે એવા ભાવ સાથે ભક્તો એ રાખડી અર્પણ કરી અને સમગ્ર જગતનું કલ્યાણ કરનાર એવા ભગવાન શામળિયાને પ્રાર્થના કરી આજે રક્ષાબંધન પર્વ ને લઈ ભગવાન ને ખાસ શણગાર કરવામાં આવ્યો.આજના પર્વને આધારિત ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.ભગવાન ને કવચ ,કુંડલ,અને સોના ની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો.
આજે રક્ષાબંધન નિમિતે તમામ મનોકામના પૂર્ણ થાય તેવા ભાવથી મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે.દૂર – દૂરથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટશે.
