“બીબીએ,બીસીએ,બીકોમ કોલેજ અમરોલીમાં પત્ર લેખન  પ્રવૃત્તિ આયોજન”

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો વી બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર વી પટેલ તેમજ વી એલ શાહ કોલેજ ઓફ કોમર્સ  સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં ગ્રંથાલય સમિતિ દ્વારા ૧લી સપ્ટેમ્બરના રોજ “વિશ્વ પત્ર લેખન દિવસ” નિમિતે પત્ર લેખન  પ્રવૃત્તિ નું આયોજન કરાયું હતું. જેમાં બીબીએ,બીસીએ,બીકોમ ના આશરે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કૉલેજના આચાર્યશ્રી ડૉ.મુકેશ ગોયાણીએ  મોબાઈલ યુગમાં પત્રલેખન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ક્રિયા હતા. આ પ્રવૃતિ નું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ.મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ ગ્રંથાલય સમિતિના સભ્યો ડૉ. સોનલ ભારતી, શ્રી સંદીપ પટેલ, પ્રા. ભાવેશ પચ્ચિગર, પ્રા. જશ્મીની ગોહિલ, ડો. તન્વી ભાલાળા, પ્રા. રશ્મિ નાયક, પ્રા. માનસી શાહ, પ્રા, વૈભવી ચૌહાણ, પ્રા. પ્રિયંકા પટેલ, પ્રા. વિશાખા બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *