
ઈકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કુ.કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કમિટીની રચનામાં ચેરપર્સન તરીકે ફરી એકવાર કું.કૌશલ્યા કુંવરબાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.બેઠકમાં નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને ઝીણવટથી તપાસીને નવા ત્રણ સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ ચાર સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ચેરપર્સન તરીકે ફરી નિમણૂક થતા કમિટીના સભ્યો દ્વારા કુ.કૌશલ્યા કુંવરબાને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાનની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.તેમજ જિલ્લામાં જાતિ પ્રમાણ વધે તે માટે આવનાર સમયમાં કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
