મોડાસાના ગારૂડી ગામે આવેલા જયહો જાદેવના ગોગા મહારાજ મંદિરે ભક્તોએ નાગદેવતાનું પરંપરાગત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

હિન્દુ સંસ્કૃતિમાં સદીઓથી ધરતી પર સરકતી જીવસૃષ્ટિ નાગને પૂજવાની ભારતીય પરંપરા છે. શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિને દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર શ્રદ્ધાપૂર્વક- ભાવથી નાગપંચમી ઉજવવામાં આવે છે.આજે નાગ પંચમી છે ત્યારે મોડાસા ના ગારૂડી ધામ ખાતે આવેલ ગોગા મહારાજ ના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિર ના પૂજારી ચેતન ભુવાજી દ્વારા ગોગા બાપા નું પૂજન અર્ચન કરવામાં આવ્યું ભક્તો દ્વારા પણ ગોગા બાપા નું પૂજન કરાયું ,બાજરી ના કુલર નું નૈવેદ્ય ધરાવવા માં આવ્યું આજે નાગ પાંચમી નિમિત્તે દિવસ દરમિયાન હજારો ભક્તો ગોગાબાપા ના દર્શન અને પ્રસાદ નો લાભ લે છે ખ્યાતનામ કલાકારો દ્વારા પણ ગોગા મહારાજ ના ભજનો નો કાર્યક્રમ યોજાયો છે ગારૂડી ગોગા મહારાજ મંદિરે દર રવિવારે અને દર પૂનમે અસંખ્ય ભક્તો આવે છે અને ગોગા બાપા દરેક ની મનોકામનાઓ પૂર્ણ કરે છે આમ રંગે ચંગે ગોગા બાપા ની નાગ પંચમી ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *