મહાજન અનાથ બાળાશ્રમ કોમર્સ કોલેજ માંશિક્ષક દિન નિમિત્તે ઉજવણીનું આયોજન

મહાજન અનાથ બાળાશ્રમ સંચાલિત મહાજન અનાથ બાળાશ્રમ કોમર્સ કોલેજ દ્વારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન ઉજવણીનું આયોજન થયું હતું. જેમાં ઉપરોક્ત કોલેજના 12 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું જેનું સમગ્ર સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે તે શિક્ષકે અને તેની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પરસ્પર એકબીજાને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તેમના એક દિવસીય શિક્ષક તરીકે ના અનુભવ અભિવ્યક્ત કર્યા હતા. આમ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને સાંસ્કૃતિક ભૂમિકા દ્વારા વિવિધ ગુણો આત્મસાત કર્યાની લાગણી અનુભવી હતી. ટ્રસ્ટના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ અને R.V.Patel College, Amroli ના Principal ડો.મુકેશભાઈ ગોયાણી તેમજ કોલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ મિત્રોએ જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કોલેજ સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન થયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *