
રીપોર્ટ, મયુર પટેલ
વિદ્યાર્થીઓએ ગુરુકુલ પરંપરા મુજબ આજના દિવસે શિક્ષક બની સ્વયં સંચાલિત શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરી

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિએ સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી છે તેના ભાગ રૂપે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ગુરુકુલ આશ્રમ સુપના વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરી. સવારથી જ ગુરુકુલ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ સ્વયં સમયપત્રક બનાવી વર્ગખંડમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે શાળાના વિધાર્થીઓ
ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે વરુણ કલસરિયા, માધ્યમિક વિભાગ અંગ્રેજી માધ્યમમાં આચાર્ય તરીકે નિાર ભટ્ટ અને વિરાજ વેલાણી, માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં પ્રિન્સ ટંડેલ પ્રાથમિક વિભાગ અંગ્રેજી માધ્યમ હર્ષિત ખલાસી પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં હર્ષ કહાર આચાર્ય તરીકે ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન નિમિત્તે શાળામાં એક વિશેષ સેમિનાર પણ યોજાયો, જેમાં શાળાના શિક્ષકો દ્વારા વિધ્યાર્થિઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું આખા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શૈક્ષણિક કાર્ય ચાલ્યું હતું વિદ્યાર્થીઓએ શિક્ષક બની પોતાના પ્રતિભાવો રજૂ કર્યાં હતા શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે વિશેષ માહિતી મેળવી ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક બનવાના સંકલ્પ લીધા હતા શિક્ષકોનો ઋણ અદા કરી વિદ્યાર્થીઓએ તમામ ગુરુજનોને વંદન કર્યા હતા. ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ શિક્ષક દિનની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ રાજેશ્રીબેન ટંડેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
