માણસ જે ધારે તે કરી શકે છે” બાળકને મોબાઇલ નહીં પુસ્તક આપો:આરતી પંડ્યા

રિપોર્ટ, મયુર પટેલ

જીવનની ભેટ સંકલન :સંજીવ શાહના પુસ્તક પર ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાર્તાલાપ યોજાયો

વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપાય અને વાચન એક ટેવ તરીકે વિકસે તે માટે “ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં પુસ્તક વાર્તાલાપ યોજાયો. જીવનની ભેટ પુસ્તકની ત્રણ વાર્તાઓ આરતીબેન પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવી. કાળો ફુગ્ગો આકાશમાં ઉડે? માણસ ધારે તે કેવી રીતે કરી શકે? રડીશ નહી, અમે તારી સાથે છીએ. જેવી ત્રણ વાર્તાઓ વિદ્યાર્થીઓને સંભળાવી વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવવા માટે અને એક શ્રેષ્ઠ માનવ બનવા માટે આ વાર્તાઓ અને પુસ્તકો કેટલા મહત્વના છે તે બાબતે વિસ્તારથી જૂથ ચર્ચા કરવામાં આવી જીવનના સાચા સિદ્ધાંતો શીખવતી અને ખૂબ જ હૃદય સ્પર્શી વાર્તાઓ આ પુસ્તકમાં છે તેવું જણાવી તમામ વિદ્યાર્થી પુસ્તકો વાંચે તે માટે પ્રેરણા આપવામાં આવી ગુજરાતી ભાષા અને તેના શબ્દોની પકડ વધે અને વિદ્યાર્થીઓમાં શબ્દ ભંડાર વધે તે માટે વાંચન ખૂબ જરૂરી છે.

વિદ્યાર્થીઓ અને માતા પિતા સૌથી વધારે સમય મોબાઇલ અને ઓટીપી પર વિતાવે છે ત્યારે મોબાઈલનું વ્યસન છોડાવવા માટે એકમાત્ર ઉપાય નાની નાની પુસ્તીકાઓ અને પુસ્તકો છે શરૂઆતમાં વિદ્યાર્થી પુસ્તક વાંચતા માટે પ્રેરાય તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે ગુરુકુલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પુસ્તક વાંચવાની પ્રતિજ્ઞા લીધી પ્રથમ કસોટી ની તૈયારી ના ભાગરૂપે પણ તમામ વિદ્યાર્થી વાંચન વધારી પરીક્ષાલક્ષી તૈયારી કરશે તે માટે કટિબંધ થયા ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુસ્તક વાર્તાલાપ માટે અભિનંદન

આપ્યા. કાર્યક્રમની આભાર વિધિ શ્રીમતી સરસ્વતી બેની કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *