અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપુરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન
અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપુરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન
દીકરીઓના રક્ષણ, પોષણ અને સશક્તિકરણ ઉપર ભાર આપવામાં આવે: કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપુરા
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ અમદાવાદ જિલ્લા મહિલા કલ્યાણ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી, પઢાઓ યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે 'સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત' થીમ હેઠળ દેત્રોજ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં સહભાગી થયેલ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી તથા કેન્દ્રીય આયુષ મંત્રાલયના મંત્રી ડૉ. શ્રી મહેન્દ્રભાઈ મુંજપુરાએ કિશોરી મેળામાં દીકરીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, દીકરીઓનું સમાજમાં સ્તર ઊંચું આવે અને તેમના શિક્ષણના સ્તરમાં વધારો થાય, દીકરીઓને આપવામાં આવતાં પોષણનું સ્તરમાં પણ સુધારો આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. શ્રી મહેન્દ્રભાઈ મુંજપુરાએ કિશોરી મેળા અંતર્ગત ગોઠવવામાં આવેલ વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ ગુજરાતની વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરીઓને મંજૂરી હુકમનું વિતરણ કર્યું હતું. બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જન્મેલ નવજાત દીકરીઓને તેમણે દીકરી વધામણા કીટનું પણ વિતરણ કર્યું હતું. આ કિશોરી મેળા અન્વયે જાગૃતિ કેળવાય તે માટે તેમણે આયોજિત સિગ્નેચર કમ્પેનમાં ભાગ લઈ 'સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત' થીમને અનુસરવા અનુરોધ કર્યો હતો. સમાજમાં દીકરા અને દીકરીનો ભેદભાવ દૂર થાય અને દીકરી અને દીકરાને સમાન તકોની ફાળવણી થાય તેવું વાતાવરણ ઊભું કરવા સૌને અપીલ કરી હતી. ભારત સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલ મહિલા અનામત બિલ દ્વારા મહિલાઓને સંસદમાં પણ આરક્ષણ આપવામાં આવ્યું છે તેનો મંત્રી શ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
કિશોરીઓના જન્મદરમાં સુધારો થાય, દીકરીઓના શિક્ષણનું સ્તર સુધરે, દિકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય અને તેમનું સશક્તિકરણ થાય તે હેતુસર કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળામાં લાગેલા સ્ટોલમાં વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં, પોષણ, શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, ઘરેલું હિંસા સામે જાગૃતિ સહિતની જાણકારીના પોસ્ટરનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કિશોરી મેળામાં વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે, મહિલા અને બાળ વિકાસ સમિતીના ચેરમેનશ્રી, આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રી, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, APMCના ચેરમેનશ્રી, પ્રાંત અધિકારીશ્રી, આઇ.સી.ડી.એસ. વિભાગના નાયબ નિયામકશ્રી, આઇ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી મીનળબા વાળા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી ગ્રામ્ય-અમદાવાદ તન્વીબહેન ચાવડા, સી.ડી.પી.ઓ.શ્રી, ફિલ્ડ ઓફિસર/ઇન્સ્પેક્ટર શ્રી એ.વી.દેસાઈ, ડિસ્ટ્રિક્ટ વુમન હબ અમદાવાદ ફાઇનાન્સિયલ લિટ્રેસીના શ્રી હેમલબહેન બારોટ હાજર રહ્યાં હતાં.