


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ગુજરાત માં એક માત્ર અંકલેશ્વર ખાતે ઉભા ગરબા યોજાય છે 300 વર્ષ ઉપરાંત થી પ્રાચીન ગરબા પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજ ના યુવાનો જાતે જ વડીલો ના સાનિધ્ય માં બાજઠ પર 12 ઉભી કામળી અને 56 આડી કામળી ની મદદ થી કાગળ ની મદદે માંડવી બનાવી તેમાં 3 ગોખ માં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઝૂમે છે. સમાજ ના યુવાનો ગાયક , સમાજ વાંજિત્ર વાદક ના સથવારે અસલ પ્રાચીન એક તાળી, બે તાળી ગરબા યોજવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન ગરબા સંયોગ થી સમાજ દરેક યુવાનો ગરબા તાલે ઝૂમી પરંપરા સાચવી રાખી છે. ગરબા રમનાર, ગાનાર અને ઢોલક પણ ઉભા રહી ને જ કરતા માતાજી ની અનોખી રીતે 9 દિવસ માતાજી ની આરાધના કરવામાં આવે છે.



આધુનિક ગરબા ની ઝાકમઝોર વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે. વ્યવસાયિક અને આધુનિક ગરબા ના આયોજન વચ્ચે શેરી ગરબા ના અસ્તિત્વ જોખમાઈ ગયું છે. જે પુનઃ કોરોના કાળ ના કારણે જીવંત થયું છે. આ વચ્ચે દેશ અને રાજ્ય માં એક માત્ર એવું સ્થળ છે જ્યાં માતાજી ની આરાધના ઉભા ગરબા વડે કરવામાં આવે છે. જે અંકલેશ્વર રાણા સમાજ ના રાણા સ્ટ્રીક ખાતે યોજવામાં આવે છે. 300 વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢી ને આપી રહ્યા છે. ગરબા માં મંડપ બનાવી તેમાં માતાજીનું સ્થાનક બનાવી આરાધના કરવામાં આવે છે. પરંતુ રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે. જે બાજઠ પર વાંસની કામળી ની માંડવી બનાવે છે. જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે. અને કાગળ વડે માંડવી સજવામાં આવે છે. જેમાં નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિન્હનું સ્થાપન સાથે 3 માળ ની ગોખ માં દરેક માળે માતાજી ની સ્થાપના કરવામાં આવે છે. તેની આરતી કરી સમાજ ના યુવાનો વડીલો માથા પર મૂકી તેને લઇ ગરબા રમે છે. ત્યારબાદ મંડપ માં બનાવેલ માતાજી ના સ્થાનક પર બાજઠ પર તેને બેસાડવામાં આવે છે. અને પ્રાચીન ગરબા ની શરૂઆત કરવામાં આવે છે. જ્યાં સમાજ ના લોકો ગરબા ની રમઝટ ગાય ને બોલાવે છે. અને અસલ મંજીરા ઢોલક, તબલા અને અન્ય સંગીત વાજિંત્ર વગાડી ગરબા ની શરૂઆત કરે છે.જ્યાં સુધી ગરબા પુરા ના થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી. રાત્રી ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજી ની આરાધના કરી આ માંડવી ને સંગીત ના સુરે વાઘેલાવાડ ખાતે સમાજના મોભી ને ત્યાં મૂકી આવે છે. રોજ માંડવી લઇ આવી અને તેને મુકવામાં 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. જે બાદ અંતિમ દિવસે આ માંડવી ને માતાજી ગરબા ઘુમતા ધુમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે.
- 300 વર્ષ ઉપરાંત થી આ પરંપરા અમારી છે.
અમારા પૂર્વજો પેઢી દર પેઢી 300 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબા નું આયોજન કરે છે. ઉભા ગરબા ની ઓળખ રૂપી આ ગરબા ગાયક અને વાદક બને સમાજ ના યુવાનો છે અને સમાજ દ્વારા માતાજી અનોખી 3 ગોખ ની 3 માળ ની માંડવી બનાવી પૂજા કરે છે. ગાયક અને વાદક તમામ ઉભા રહી જાતે જ પ્રાચીન અને અર્વાચીન ગરબા ની રમઝટ બોલાવે છે. જેના સમાજ અબાલ વૃદ્ધ ગરબા પર ઝૂમે છે. આજની અમારી યુવા પેઢી પણ હવે આ પરંપરા આગળ વધારી રહી છે. – શશીકાંત રાણા, સમાજ અગ્રણી, રાણા સમાજ
- પેઢી દર પેઢી ની આ અમારા ઉભા ગરબા ની પરંપરા છે.
હું નાનો હતો ત્યાર થી દાદા સાથે અહીં આવતો હતો અને 60 વર્ષ કરતા વધુ થઇ ગયા આ ઉભા ગરબા રમી ને ઝૂમી ને અમારા સમાજ ના જગજીવન દાદા નો આ પરંપરા જાળવવા મોટો ફાળો છે. સાથે રહી સમાજ ના તમામ વડીલો આ પરંપરા જાળવી રાખી છે. હવે યુવાધન આ પરંપરા આગળ વધાવી રહ્યા છે. અને માડવી ના નિર્માણ સાથે ગરબા ઝૂમે છે. – રજનીકા રાણા, સમાજ અગ્રણી, રાણા સમાજ
