કેસરિયા ગરબામાં રામ મંદિરની ૧૦૧ ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી પ્રતિકૃતિ બની જનતામાં આકર્ષણનું કેન્દ્ર: અયોધ્યાથી લવાયેલ ભગવાન શ્રી રામની પાદુકાઓના દર્શન માટે મોટી માત્રામાં ઉમટી રહ્યા છે નાગરિકો

ફૂડ કોર્ટમાં વિવિધ ચીજો બજાર ભાવે જ મળતા બિનજરૂરી વધુ ખર્ચ ન થતાં કેસરિયા ગરબામાં પધારી રહેલ જનતામાં આનંદની લાગણી

સહાય ફાઉન્ડેશન દ્વારા રામકથા મેદાન, સે.૧૧ ખાતે આયોજિત કેસરિયા ગરબા મહોત્સવમાં રામ મંદિરની ૧૦૧ ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી પ્રતિકૃતિ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મંદિરમાં અયોધ્યાથી લવાયેલ ભગવાન શ્રી રામની પાદુકાઓના તેમજ શ્રી રામ, લક્ષ્મણજી, જાનકી માતા અને હનુમાનજીની દ્રશ્યમાન મૂર્તિના દર્શન માટે મોટી સંખ્યામાં જનતા ઉમટી રહી છે. રાતના સમયે અદભૂત લાઈટિંગમાં મંદિર ઝળહળી ઉઠતા જ મંદિરની દિવ્યતા અને ભવ્યતાની પ્રતીતિ થાય છે. આ ઉપરાંત ગરબા મહોત્સવમાં પધારતા મોટા ભાગના નાગરિકો ફૂડ કોર્ટની મુલાકાત લેતા હોય છે ત્યારે સહાય ફાઉન્ડેશન દ્વારા ફૂડ કોર્ટમાં વિવિધ ચીજો બજાર ભાવે જ મળે તે અગાઉથી જ સુનિશ્ચિત કરાયું હતું જેથી ખાણીપીણીમાં બિનજરૂરી વધુ ખર્ચ ન થતાં કેસરિયા ગરબામાં પધારી રહેલ જનતામાં આનંદની લાગણી પ્રસરી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM