અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં ભરૂચ જિલ્લા ના સૌથી મોટા રાવણ દહન ની ચાલતી તૈયારીઓ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ભરૂચ જિલ્લા ના સૌથી મોટા રાવણ કુંભકર્ણ અને મેઘનાથ નું દહન થશે. .50 ફૂટ ના રાવણ, 47 ફૂટ ના કુંભકર્ણ અને 47 ફૂટ ના મેઘનાથ ના પૂતળા ને છેલ્લા 40 દિવસ થી 6 જેટલા કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે . અંકલેશ્વર ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષ થી દશેરા ના દિવસે રાવણ દહન નું આયોજન કરવામાં આવે છે.

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એક તરફ નવરાત્રી નું આયોજન થાય છે. તો કોલોની માં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે. તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલા નું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે. ત્યારે ઓએનજીસી કોલોની મીની ભારત ના ભિન્ન-ભિન્ન પ્રાંત ના ઉત્સવ ના સમૂહ નગરી બની જતી હોય છે. ત્યારે ઓએનજીસી ના રાવણ દહન નું પણ અનેરું આકર્ષણ છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહન ના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું હોય છે. . અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 48 વર્ષના લગાતાર આયોજન વચ્ચે. ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 40 દિવસ થી રાવણ કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળા દહન ના દશેરા ના ઉત્સવ ની તૈયારી કરી રહ્યા છે. કારીગરો દ્વારા હાલ 50 ફૂટ ના રાવણ ,47 ફૂટ ના કુંભકર્ણ અને 47 ફૂટ ના મેઘનાથ ના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂર જોશ માં ચાલી રહી છે જેમાં 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300 થી વધુ બામ્બુ વાસ, 500 મીટર સાડી સહીત 50 લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પૂતળા ઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે . ગુજરાત ના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું આયોજન હોય છે. ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળા ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM