


અંદાડા ,સામોર ,ઉછાલી કાશીયા અને નૌગામા ગામ ના માર્ગો નું 3 કરોડ 70 લાખ ના ખર્ચે નિર્માણ કરાશે



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામ ખાતે પાંચ ગામો ના માર્ગો નું ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ના અંદાડા ,સામોર ,કાશીયા ઉછાલી અને નૌગામા ગામ મળી કુલ રૂપિયા 3 કરોડ 70 લાખ ના ખર્ચે આ પાંચ ગામો ના નવા માર્ગો નું નિર્માણ કરવામાં આવશે.
મુખ્ય મંત્રી સ્વર્ણીમ ગ્રામ વિકાસ યોજના અંતર્ગત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લા ના પૂરગ્રસ્ત વિસ્તારો માં વધુ માં વધુ લોકો ને રસ્તાઓ ની કનેક્ટીવીટી અને નુકશાન થયેલ છે તેમજ બાકી ની સુવિધા ઓ આપી શકાય તે હેતુ થી ભરૂચ વિધાનસભા ક્ષેત્ર માં સમાવિષ્ઠ અંકલેશ્વર તાલુકા ના 17 ગામો પૈકી અંદાડા ,સામોર,કાશીયા ,ઉછાલી અને નૌગામા ગામના નવા માર્ગો ના નિર્માણ માટે રૂપિયા 3 કરોડ 70 લાખ ની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે અંદાડા ગામ ખાતે ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ના હસ્તે આ પાંચ ગામો ના માર્ગો ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ,આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સિંચાઈ ચેરમેન ,કિરીટભાઈ માસ્તર ,અંદાડા ગામ ના સરપંચ નીરુબેન પટેલ ,અંકલેશ્વર તાલુકા પંચાયત ના પ્રમુખ પુષ્પાબેન પટેલ ગામ ના ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર સહીત તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યો તેમજ પાંચ ગામના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
