અમરોલી કોલેજના સ્થાપક,સમાજ સેવી, દેહ દાતા સ્વ.શ્રી કાંતિકાકાના ૯૬માંજન્મદિવસ નિમિત્તે વિવિધકાર્યક્રમોનું આયોજન કરાયું

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ તેમજ બી.સી.એ વિન્ટર સેશન, અમરોલી સંસ્થાના સ્થાપક, સમાજ સેવી, દેહ દાતા  શ્રી કાંતિલાલ જીવનલાલ શાહની ૯૬મી જન્મ જયંતિના ભાગ રૂપે આચાર્યશ્રી ડૉ.મુકેશભાઈ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ તા. ૧૭-૧0-૨૦૨૩ મંગળવારના રોજ રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, વિવિધ સ્પર્ધાઓ જેવીકે ભજન સ્પર્ધા, પ્રાર્થના સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ ચિત્રકળા સ્પર્ધા, ઓર્ગેનિક દીવડા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના આદરણીય કુલગુરૂ પ્રિ.ડૉ.કિશોરસિંહ એન. ચાવડાસાહેબ અને અતિથીવિશેષ તરીકે જીવન જયોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ, સભ્યશ્રી ડૉ. મહેન્દ્રકુમાર સોલંકી, ડૉ.લક્ષ્મણભાઇ પટેલ, શ્રી સ્નેહલભાઇ શાહ,  તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરો અને NSS સ્વયંસેવકો / સેવિકાઓ, NCC કેડેટ્સ, સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોલેજના અધ્યાપકો તેમજ NSS તથા NCC ના વિદ્યાર્થીઓએ “આશિયાના” બાળ આશ્રમ,સુરતની મુલાકાત લઇ મંદ બુદ્ધિના બાળકોની સાથે  રમત ગમત,શૈક્ષણિક પ્રવુતિ  કરી તેમને  પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીવન જ્યોત ટ્રસ્ટ ના સૌ સભ્યો દ્વારા પૂજ્યકાંતિકાકાને યાદ કરી તેમને સ્મરણાંજલિ આપવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *