વાત્સલ્ય અને સમર્પણ ભાવ સાથે લોકો પોતાના પ્રસંગો ને સેવાકીય સંસ્થાઓ સાથે રહી ને ઉજવે તો સમાજ ને સેવા ની નવી દિશા મળશે…

જયાં સુધી કચ્છ ની વાત કરીએ તો કચ્છ માં અનેક એવી સંસ્થાઓ છે જ્યાં, માનસિક, શારીરિક રીતે દિવ્યાંગ, લોકો જે સમાજ થી દુર પોતાનું અલગ જ અસ્તિત્વ ધરાવે છે, આવા લોકો માટે અનેક લોકો અને સંસ્થાઓ સેવાકીય કામ કરી રહી છે..
આવા દિવ્યાંગ અને સેવાશ્રમ માં વસ્તા વડીલો
ને સ્નેહ રૂપી હુંફ આપવામાં આવે તો તેમની જીંદગી માં અનેક આનંદ ના અવસરો ઉભા થઈ શકે..તેવા સરસ વિચારો સાથે ભુજ ની મિલેસૂર હમારા વુમનસ્ મ્યુઝિકલ અને સુર આરાધના મ્યુઝિકલ સંસ્થાઓ દ્વાર એવું નક્કી કરવામાં આવેલ કે જો દરેક પરીવાર પોતાનાં સ્નેહીજનો ના જન્મદિવસ કે અન્ય ખુશીઓ ના પ્રસંગો આવી સંસ્થાઓમાં જઈ ઉજવે તો સમાજ ના લોકો માં એક ગ્રંથી બંધાયેલી છે કે, મોંઘીદાટ હોટલો માં જઈ જન્મ દિવસ કે પરીવાર ના અન્ય શુભ પ્રસંગો ઉજવવામાં આવે, એવી વિચારશ્રેણી માં જરૂર થી મદઅંશે બદલાવ આવે તેવા સરસ વિચારો સાથે ની શરૂઆત નવરાત્રી ના દિવસો માં આ બંને સંસ્થાઓ સાથે વિચારવિમર્શ કર્યાં બાદ, કચ્છ ના કલા અને મ્યુઝીક પ્રેમી શ્રી. ઝવેરીલાલ સોનેજી એ આવા દિવ્યાંગો અને વડીલો વચ્ચે પોતાનો જન્મદિવસ જે લાખો ના ખર્ચે મ્યુઝિક નાઈટ કરવાનો કાર્યક્રમ યોજવાના હતા તેના બદલે, માનવ જ્યોત સેવા ભુજ સંચાલિત શ્રી. રામદેવ સેવાશ્રમ, પાલારા કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગો અને આ સેવાશ્રમ માં રહેતા વડિલો ની વચ્ચે જઈ ને કાર્યક્ર્મ કરવાનું વિચારી ને આવા
લોકો સાથે ગીત – સંગીત અને રાસોત્સવ નો એક રંગારંગ કાર્યક્રમ નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું, આવા કાર્યક્રમો આવી જગ્યાઓ માં કરવામાં આવે તો સમાજ ની દ્રષ્ટિ એ પણ આ નવતર પ્રયોગ ને લીધે અન્ય સંસ્થાઓ આગળ આવી ને સમાજ થી દુર એકલવ્ય જીવન વ્યતિત કરતાં લોકો માં નવી ઉર્જા અને માનસિક વિચારો નું સિંચન કરી, અમો પણ આ સમાજ ના લોકો પૈકી ના છીએ તેવાં બદલાવો આવી સામાજીક સંસ્થાઓ અને સેવાશ્રમ માં રહેતા લોકો માં જોવા મળશે

કાર્યક્રમ ની શરૂઆત માંમિલેસૂર હમારા વુમન્સ મ્યુઝિકલ સંસ્થા અને સૂર આરાધના મ્યુઝિકલ સંસ્થા ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજદ્વારા પ્રારંભે મા જગદંબાની આરતી કરવામાં આવી હતી, માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે સૌનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો એ સોનેજીભાઇને કચ્છી પાઘડી, શાલ, હારતોરાથી સન્માનિત કરાયા હતા. શ્રી . ઝવેરી લાલ સોનેજી એ કેક કટીંગ કરી માનસિક દિવ્યાંગોને કેક ખવડાવી હતી. પૂજાબેન અયાચી, જીજ્ઞાબેન ડાભી, લીનાબેન ડાભી, હીનાબેન સોની, તૃપ્તીબેન ઠક્કર, હેલ્મી બુચ, રીના ઠક્કર તથા ગ્રુપનાં બહેનોએ માનસિક દિવ્યાંગોને રાસ-ગરબા રમાડ્યા હતા. ઉપસ્થિત સર્વે આગેવાનો માનસિક દિવ્યાંગો સાથે ગરબે ગુમ્યા હતા. જ્યારે મ્યુઝિક સાથે ગાયકી નો દોર ભાવેશભાઈ ઠક્કર, રતનભાઇ દાવડા, પુજા બેન અયાચી સંભાળ્યો હતો. આ પ્રસંગે લેસૂર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપ ભુજ, સુર આરાધના મ્યુઝિકલ કલબ ભુજ તથા વીબીસી યુવક મંડળ જીવદયા ગ્રુપ માધાપર દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજન પ્રસાદ સ્વરૂપે જમાડવામાં આવ્યા હતા. આ રંગારંગ રાસોત્સવ અને મ્યુઝિક ના કાર્યક્રમ મા સેવા, સદભાવના અને સમર્પણ ભાવ ના દર્શન થયા હતા. ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો કરવાથી સમાજ ની અનેક સંસ્થાઓ માનવ જ્યોત સેવા સંસ્થાઓ સાથે જોડાઈ માનસિક દિવ્યાંગો અને આ સેવાશ્રમ માં રહેતા વડિલો સાથે આત્મીય ભાવ કેળવવા ની દિશા માં આ સરસ નવતર પ્રયોગ છે, સામાજીક અગ્રણી શ્રી. જોરાવરસિંહજી રાઠોડે જણાવ્યું હતું કે, સાચા અર્થમાં આશીર્વાદ ની મૂડી આવા દિવ્યાંગ સેવાશ્રમ માં વસ્તા લોકો પાસે છે.
ખરા અર્થમાં આ કાર્યક્રમની ભાવુકતા સાથે એકમેક થઈ સોનેજીભાઈ જણાવ્યું હતું કે, હું અનેક ઘણી રકમ ખર્ચ કરી ને મ્યુઝિકલ નાઈટ નું આયોજન કરી માત્ર ને માત્ર લોકો ની વ્હા વ્હા મેળવી શક્યો હોત, પણ આશીર્વાદ તો ચોક્કસ ન મેળવી શક્યો હોત, આ માનવ જ્યોત સેવા સંસ્થા માં આ કાર્યક્રમ કરી ને મને આશીર્વાદ સાથે બમણી ખુશી આવા દિવ્યાંગ લોકો સાથે રહી ને મળી છે.. મારા જીવનકાળ દરમ્યાન મને અનેક એવોર્ડ્સ મળ્યા છે, જેમાં ગુજરાત સરકાર થી માંડી કચ્છ શક્તિ વિગેરે આ બધાં જ એવોર્ડ્સ હું આ દિવ્યાંગ અને સેવાશ્રમ ના વડીલો ને સમર્પિત કરું છું
કાર્યક્રમ માં ઉપસ્થિત અન્ય એક દાતા રવજીભાઇ કરશનભાઇ હાલાઇનું માનવજ્યોત દ્વારા સન્માન કરાયું હતું. ૨૦ વર્ષ પછી પોતાનાં ઘરે જઇ રહેલ આંધ્રપ્રદેશનાં હૈદ્રાબાદની મહિલાને પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ માં ભુજનાં જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે, જોરાવરસિંહ રાઠોડ, ભુપેન્દ્રભાઇ મહેતા, રસીકભાઇ મકવાણા, શૈલેષભાઇ ચૌહાણ, જગદીશ ભટ્ટ, ભગીરથ ધોળકિયા, રાજેશ ખંડોલ, હર્ષદ દોશી, ધીરેનભાઇ ગોર, અતુલ રાજગોર, નિતીન કેશવાણી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંચાલન નો દોર ભાવેશભાઈ ઠક્કર અને પુજાબેન અયાચી એ સંભળાયો હતો , તેમની સાથે વ્યવસ્થામાં રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, નરશીંભાઇ પટેલ, વનરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ ભદ્રા, આનંદ રાયસોની, નીતિન ઠક્કર જોડાયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM