આણંદ ખાતે આંકલાવ વિધાનસભાના ખાનપુરા ગામે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો


મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અમૃત કળશ યાત્રાઓ યોજાઇ રહી છે. ત્યારે દેશની સાથે ગુજરાતમાં પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની અમૃત કળશ યાત્રાઓ યોજાઇ છે. જેના ભાગરૂપે આંકલાવ વિધાનસભાના ખાનપુરા ગામે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં લોકોને અમૃત કળશ યાત્રામાં જાેડાઇને વડાપ્રધાનશ્રીએ આપેલા મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન અભિયાનને સફળ બનાવવા માટે આભાર પ્રગટ કર્યો હતો.


આ કાર્યક્રમમાં આણંદ ખાતે મહાનુભાવો સહિત વિવિધ ગામના પદાધિકારીઓ અને ગ્રામજનો અમૃત કળશ યાત્રા રેલીમાં જાેડાયાં હતાં. રેલીમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભેગી કરવામાં આવેલા માટીના કળશને આગળ રાખીને મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશભકિતના નારાં સાથે નાગરિકોને જાેડાયા હતાં.આ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઇ પટેલ સહિત યુવા મોરચા ના પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *