મ્યુનિ.કાઉન્સિલર માન.શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ) ની ટીમ લીડર તરીકે તેમના વડપણમાં ગાંધીનગર જિલ્લા ની ટીમ આવતીકાલે કળશ યાત્રા ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.

ભારત વર્ષના યશ્વશવી વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આહ્વાન થતી સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે તેમાં સમગ્ર દેશના ગામે ગામ થી સરકારશ્રી,શૈક્ષણિક,ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સ્વયં જનતા દ્વારા ઘેર ઘેર ફરીને માટી એકઠી કરીને દેશની રાજધાની દિલ્હી ખાતે દેશ માટે શહીદ થયેલા વીરો ને વંદન કરવા નિર્માણ પામી રહેલા કર્તવ્ય પથ પર ના એ પાર્કમાં કળશ યાત્રાઓ કરીને મોકલવા ઉમદા આયોજન થયું છે.સમગ્ર ગુજરાત ભરમાંથી કળશમાં માટી ભરીને આવતીકાલ તા.27/10/2023ને શુક્રવારના રોજ રીવર ફ્રન્ટ,અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં માટી કળશ સંગમ નો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે અને તેમાંથી દરેક જિલ્લા પ્રમાણે નિમણૂક પામેલા નોડલ પદાધિકારીશ્રીઓ આવતીકાલે સ્પેશિયલ કળશ યાત્રા ટ્રેન દ્વારા માટી કળશ લઈને દિલ્હી જઈ રહ્યા છે અને આગામી તા.૩૦ અને 31,ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હસ્તે એ કળશનું સ્વાગત કરાશે.ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી Team leader તરીકે ગાંધીનગર મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ, માર્ગદર્શક,વોર્ડ નંબર-૧૦ ના મ્યુનિ.કાઉન્સિલર માન.શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ) ની ટીમ લીડર તરીકે વરણી થઈ છે.તેમના વડપણમાં ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર મહાનગર પાલિકા ના માટી કળશ લઈને અંદાજે ૧૭ સભ્યોની ટીમ આવતીકાલે કળશ યાત્રા ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM