
‘મારી માટી મારો દેશ’ અભિયાન દેશની માટી અને વીર શહીદોને નમન કરવાનો ઉત્સવ-માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ

‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત માણસા તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારમાંથી એકત્રિત થયેલ કળશોને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં લઇ જવાશે










આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ રથને માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ તથા મહાનુભાવોને હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલએ જણાવ્યું કે , ‘મારી માટી મારો દેશ’ અભિયાન દેશની માટી અને વીર શહીદોને નમન કરવાનો ઉત્સવ બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માટી એટલે જનની અને વીરોને નમન કરી સન્માન આપવાનું કાર્ય કર્યું છે.

‘અમૃત કળશ યાત્રા’ રથ માણસા તાલુકાના દરેક ગામોમાં તથા નગરપાલિકા વિસ્તારમાંથી “મારી માટી મારી દેશ” અભિયાન અંતર્ગત એકત્રિત કરવામાં આવેલા માટીના કળશોને રાજ્યકક્ષાએ આયોજિત થનાર કાર્યક્રમમાં લઇ જશે,ત્યારબાદ ગુજરાતના દરેક જિલ્લામાંથી એકત્રિત થયેલ માટીના કળશોને દિલ્હીના કર્તવ્યપથ પર લઈ જવાશે, જ્યાં ‘અમૃત મહોત્સવ સ્મારક’ની ‘અમૃત વાટિકા’મા ભળી જશે.
“ મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત એકત્રિત થયેલ માટીના કળશને લઈ નિર્ધારિત રૂટ અનુસાર રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે માણસા માંથી રવાના થશે .
આ પ્રસંગે માણસા વિધાનસભાના ધારાસભ્યશ્રી જે.એસ. પટેલતાલુકા સંગઠન પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ રાઠોડ જિલ્લા તેમજ તાલુકા પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, ગામના આગેવાનો, ભાજપાના કાર્યકર્તાઓ અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
