ખંભાત તાલુકા ના નવાગામ-વાંટા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નુંઆકસ્મિક અવસાન

આણંદ જિલ્લા પ્રમુખ હસમુખભાઇ પટેલ ( ટીનાભાઈ )દ્વારા રૂપિયા એક લાખ ની સહાય નો ચેક અપાયો

રિપોર્ટ બીના પટેલ

ખંભાત તાલુકા ના નવાગામ-વાંટા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્વ.મનિષકુમાર વિનોદભાઈ ચૌહાણ નું ઝેરી સાપ કરડવાથી આકસ્મિક અવસાન થયું હતું. આ બાબતની જાણ જીલ્લા પંચાયત ચેરમેન શ્રી જયેશભાઈ ટંકર તથા જી.પં.સભ્ય પ્રતિનિધિ શ્રી મનિષભાઈ પટેલ ને થતાં, બન્ને જી.પં.સભ્યો ધ્વારા અંગત રસ લેતા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ (ટીનાભાઈ) ને આ બાબતે જાણ કરી અને તાત્કાલિક ધોરણે જીલ્લા પંચાયત સ્વ-ભંડોળ માંથી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આકસ્મિક અવસાન અંતગૅત રુપિયા એક લાખ ની સહાય નો ચેક મૃતક વિધાર્થી ના પિતા શ્રી વિનોદભાઈ ચૌહાણ ને જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ ના હસ્તે જી.પં ચેરમેન શ્રી જયેશભાઈ ટંકર તથા જી.પં.સભ્ય પ્રતિનિધિ શ્રી મનિષભાઈ પટેલ તથા પૂર્વ જી.પં.ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ તથા ખંભાત ભાજપ કાયૅકર હિમાંશુ મહિડા ની હાજરી માં આપવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *