અંકલેશ્વર માં બેટી બચાવો બેટી પઢાવો ના ઉદ્દેશ સાથે સીઆરપીએફ ની મહિલા બટાલિયન બાઈક રેલી નું આગમન

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

સીઆરપીએફ ની મહિલા બટાલીયન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર ના ઉદ્દેશ સાથે દેશવ્યાપી બાઈક રેલી યોજાય છે. દેશ ના ,શિલોન્ગ,થી 25 શ્રીનગર થી 25 તેમજ કન્યા કુમારી થી 25 મળી કુલ 75 મહિલા બટાલીયન ની બાઈક રેલી નીકળી છે આ બાઈક રેલીનું અંકલેશ્વર માં આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી સીઆરપીએફની મહિલા બટાલિયન દ્વારા દેશ વ્યાપી બાઈક રેલી યોજાઇ છે. બેટી બચાવો, બેટી પઢાઓના સુત્રને મુદ્દે જાગૃતિ લાવવા બાઇક રેલીનું આયોજન થયું છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની મહિલાઓ શ્રીનગર, શિલોંગ, અને કન્યાકુમારીથી 75 બાઈક પર 15 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 10, 000કિલોમીટરની યાત્રા કરી રહી છે.કન્યા કુમારી થી નીકળેલ સીઆરપીએફ મહિલા બટાલીયન બાઇક રેલી નું અંકલેશ્વર માં આગમન થતા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .આ મહિલાઓ ની બાઈક રેલી કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રવાના થઇ હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *