


રિપોર્ટ : બીના પટેલ
આણંદ, શુક્રવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત માતૃભૂમિની માટીને નમન અને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોને વંદન કરવાની ભાવના સાથે આ અભિયાન દ્વારા નાગરિકોમાં દેશની એકતા, અખંડિતતાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ ગત દિવસોમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ 'અમૃત કળશ યાત્રા' યોજાઈ હતી.
આ ‘અમૃત કળશ’ યાત્રા થકી એકત્ર કરવામાં આવેલ માટીના કળશને જિલ્લા કક્ષાએ લાવવામાં આવ્યા હતા. આ તમામ કળશને રાજ્યકક્ષાએ પહોંચાડવા માટે આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ જિલ્લા ક્ક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે આણંદ જિલ્લા પંચાયત ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી મહાવીરસિંહ ચાવડા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પંચાયતના અધિકારી-કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
