સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો : નર્મદા જિલ્લા ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

શૈશવ રાવ રાજપીપળા

ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા ર દેવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંબોધન કરતા હોય છે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવે છે આ મન કી બાત કાર્યક્રમને વિવિધ વિસ્તારોમાં લોકો ધ્યાનપૂર્વક સાંભળતા હોય છે આ કાર્યક્રમ ને નિહાળવા માટે આજ રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજના આ એપિસોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈને પ્રધાનમંત્રીજીના મન કી બાત કાર્યક્રમ ને નિહાળ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીજીએ ખાસ કરીને ખાદીના કપડાનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકયો હતો સાથે જ હાલ મારી મિટ્ટી મારો દેશ કાર્યક્રમ કરવામાં આવ્યો ને ગુજરાત ના અંબાજી મંદિર ને ગબરના પહાડ પર જે મૂર્તિઓ વિશેપણ કહીયું હતું તે કાર્યક્રમ વિસગે ચર્ચા કરી હતી તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચર્ચા કરી હતી આ કાર્યક્રમ દરમિયાન સાંસદ ગીતાબહેબ રાઠવા. ધારાસભ્ય ડો. દર્સનાબહેન દેશમુખ. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ. જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી. પૂર્વમંત્રી શબ્દસરણ તડવી.જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM