
અમિતકુમાર ઉપાધ્યાય -અરવલ્લી
શ્રી મેઘરજ કેળવણી મંડળ સંચાલિત શ્રી પી .સી. એન.હાઇ. મેઘરજ માં વિદ્યાર્થીઓના ઉત્સાહ ને લીધે પૂનમ ના દિવસે ગરબા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા કેળવણી મંડળ ના મંત્રી કૃષ્ણજીવણભાઈ દોશી, ઉપ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય ,સહ મંત્રી મિનેશભાઈ શાહ,મેઘરજ એપીએમસી ના ચેરમેન ભીખાજી ડામોર, મેઘરજ ના પી.એસ.આઇ વી.જે.તોમર તથા મેઘરજ નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના 1000 જેટલા વિદ્યાર્થીઓ સંગીત ના તાલે મનમૂકીને ગરબા રમ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી સંજયભાઇ જોશી, જીગર ભાઈ જોશી, બાબુભાઈ પ્રિયદર્શી, આર. ડી. વાણિયા મુકેશભાઈ પટેલ,જે. વી . પંચાલ વિશ્વનાથ પંડ્યા એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ અને મહેમાનો માટે અલ્પા હરનું આયોજન શ્રી અશોકભાઈ ગાંધી, શ્રી જીગરભાઈ જોશી અને શ્રી જયેશભાઈ પટેલ (વાસણા) દ્વારા કરવામાં આવ્યુ હતું.
