સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે હરિ ઓમ હરી ગુજરાતી મુવીની સ્ટારકાસ્ટ ની હાજરી

શ્રી પ્રકાશભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સંચાલિત સમગ્ર ઉત્તર ગુજરાતની સુપ્રસિદ્ધ સકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે તારીખ 5 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતી મૂવી હરિ ઓમ હરી મુવી ની સમગ્ર સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી. એસ કે કેમ્પસમાં સમગ્ર ટીમનું ભવ્ય સ્વાગત થયું હતું આ સાથે ૬૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ વચ્ચે મુવી ના કલાકારોએ વાર્તાલાપ કરી હર્ષની લાગણી અનુભવી હતી. ગુજરાતી સ્ટેજના મહાનાયક એવા સિધ્ધાર્થ રાંદડિયા , રોનક કામદાર , વ્યોમા નંદી , મલ્હાર રાઠોડ તથા ડાયરેક્ટર નિસર્ગ વૈદ્ય અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. પી. એમ ઉદાણી સાહેબની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ડીન અફેર્ષ ડો. અભિજીતસિંહ જાડેજા, સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો. રાકેશ પટેલ તથા પ્રો. યોગેશ પટેલ દ્વારા જૈનીલ વ્યાસ સાથે સંપર્કમાં રહી પરિપૂર્ણ કર્યું હતું. આ મૂવી ને લઇ દરેક વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમના સફળ સંચાલન બદલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી તથા ડાયરેક્ટ ટેકનીકલ ડો. એચ એન શાહ દ્વારા સંચાલક ટીમને અભિનંદન તથા મૂવી સ્ટાર કાસ્ટ ને મૂવી ની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *