અંકલેશ્વર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે શેરી નાટક રજુ કર્યું

અંકલેશ્વર એસ ટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિદ્યાર્થીઓ એ રેલી અને શેરી નાટક દ્વારા મુસાફરો ને સ્વચ્છતા નો સંદેશો પાઠવ્યો

કમલમ્ ન્યુઝ નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા ના ભાગ રૂપે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત એસટી ડેપો ના કર્મચારીઓ અને સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડીયમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી હતી બાદ એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ એ શેરી નાટક દ્વારા મુસાફરો ને એસટી ડેપો અને બસ માં સ્વચ્છતા જાળવવા નો સંદેશો પાઠવ્યો હતો .

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા ના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્ય માં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ અંકલેશ્વર એસટી ડેપો ખાતે ડેપો માં અને બસ માં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મુસાફરો માં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા ના હેતુસર અંકલેશ્વર એસટી ડેપો અને અંકલેશ્વર ની સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડીયમ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિદ્યાર્થીઓ એ રેલી યોજી હતી આ રેલી એસટી ડેપો ખાતે થી નીકળી રેલ્વે સ્ટેશન વિસ્તાર ના મુખ્ય માર્ગ ઉપર ફરી એસટી ડેપો ખાતે પરત ફરી હતી આ રેલી માં ડેપો મેનેજર જગદીશ ગાવીત સહીત ડેપો ના કર્મચારીઓ પણ જોડાયા હતા, બાદ વિદ્યાર્થીઓ એ એસટી ડેપો અને બસ સ્વચ્છ રહે તે માટે મુસાફરો માં જાગૃતતા જળવાય તે માટે સ્વચ્છતા અંગે નું શેરી નાટક રજુ કરી મુસાફરો ને સ્વચ્છતા જાળવવાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસન્ગે અંકલેશ્વર ના ડેપો મેનેજર જગદીશ ગાવીત સહીત વિદ્યાર્થીઓ અને એસટી વિભાગ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *