કમલમ્ ન્યુઝ નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના જીતાલી ગામ ની પ્રાથમિક શાળામાં ભણેલી આદિવાસી દિકરી વડોદરા ની ડેપ્યુટી કલેક્ટર બની. છે. માતા-પિતા અભણ હોવા છતાં દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેના તમામ પ્રયાસો કર્યા હતા. તેમજ માતા પિતાએ આપેલો મોબાઇલ દીકરી એ સદ ઉપયોગ કરી ડેપ્યુટી કલેકટર સુધીનું જ્ઞાન મેળવ્યું :ઊર્મિલાબેન રાઠોડે ડેપ્યુટી કલેક્ટર બનવા માટે કોઈ પણ ક્લાસ કર્યા નથી માત્ર મોબાઈલ તેની માટે અભ્યાસ નું સાધન બન્યું હતું ત્યારે :ડેપ્યુટી કલેકટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ 19 મી ડિસેમ્બરે વડોદરા હરણી ખેતીવાડી વિભાગમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે
અંકલેશ્વરના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એ અભ્યાસ કર્યો નથી અને તેમની પત્નીએ પણ માત્ર 4 ધોરણનો અભ્યાસ કર્યો છે જેના માતા પિતાએ ઉચ્ચ અભ્યાસ ન મેળવ્યો હોય અને તેની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય બસ આવી જ ખુશી આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે ભરતભાઈ રાઠોડ ની દીકરી ઉર્મિલા રાઠોડ ડેપ્યુટી કલેકટર બની ગઈ છે. ઉર્મિલા રાઠોડ એ 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં કર્યો હતો. જયારે ધોરણ 8 થી 10 અંકલેશ્વર જીઆઇડીસી ની સ્કૂલમાં પાસ થયા બાદ ધોરણ 11 અને 12 પણ અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં કર્યું હતું,પરંતુ 1 થી 12 ધોરણ સુધીના અભ્યાસમાં ઊર્મિલાબેન રાઠોડે ખાનગી ટ્યુશન કર્યું જ નથી તદુપરાંત કોલેજમાં પણ ગ્રેજ્યુએશન કર્યું હતું. અને તેનો મામલતદાર તરીકે નો નિમણૂક પત્ર પણ તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો અને ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલ નો સ્વીકાર કર્યો હતો પરંતુ ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેણે વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની નિમણૂક થઈ અને ઉર્મિલાબેન વડોદરા ના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે 19 મી ડિસેમ્બર 2023 ના રોજ ચાર્જ લેનાર છે. ગુજરાતમાં શિક્ષણમાં સૌથી વધારે યુવાન કરતાં યુવતીઓ વધુ આગળ છે ત્યારે દીકરી સફળતા ના સોપાન સર કરે ત્યારે માતા પિતા ગર્વ ની લાગણી અનુભવે છે. અને આવું જ એક આદિવાસી પરિવારમાં થયું છે કે ખાનગી ટ્યુશનમાં ખર્ચ વિના અને સરકારી શાળામાં ભણી અને મોબાઈલ થકી ઉર્મિલા આજે ડેપ્યુટી કલેકટર સુધી પહોંચી ગઈ છે. ડેપ્યુટી કલેક્ટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ પોતાના ઘરમાં સામાન્ય બનીને રહે છે સાથે તેની માતા સાડીનું ભરતકામનું વર્ક કરે છે અને તેમાં પણ સહકાર આપે છે અને તે આજે પણ પોતાના પરિવારમાં કોઈ ડેપ્યુટી કલેક્ટર તરીકેનો કોઈ પણ અહમ વિના જોવા મળે છે પરંતુ ઊર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી વધારે સિંહ ફાળો માતા-પિતાનો છે અને માતા-પિતા પણ હજુ સુધી આ દીકરીને કલેકટર સુધી પહોંચવાના આર્શીવાદ પણ આપી રહ્યા છે ત્યારે ગામ ના સરપંચ સહીત ના ગ્રામજનો એ ઉર્મિલાબેન ને આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી ગર્વ ની લાગણી અણુબાવી હતી
