માન.ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી ના વરદહસ્તે   ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓનો કાર્યક્રમ શુભારંભ

    ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓનો રાજયના છેવાડાના માનવી સુધી પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર ઘ્વારા વિવિધ પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. સદર બાબત ઘ્યાન રાખી ભારત સરકાર ઘ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-૩૦ ઇલેકશન વોર્ડમાં વોર્ડ દીઠ-ર યાત્રા એમ કુલ ૬૦ સ્થળો પર આયોજન કરવામાં આવેલ છે.

            આજરોજ સુરત મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નં.૧૧ (અડાજણ-ગોરાટ) ખાતે તા.૧૯/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૯.૩૦ કલાકે દિવાળીબાગ કોમ્યુનિટી હોલ, અડાજણ, સુરત ખાતે આયોજન કરવામાં આવેલ. માન.ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી, દંડક શ્રી ધર્મેશભાઈ આર. વાણિયાવાલા, ગટર સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઇ એચ. ચપટવાળા, પૂર્વ મેયર અને મ્યુનિ. સભ્યશ્રી હેમાલીબેન કે. બોઘાવાલા, મ્યુનિ. સભ્યશ્રી કેતનભાઈ એલ. મહેતા, મ્યુનિ. સભ્યશ્રી વૈશાલીબેન ડી. શાહ, મ્યુનિ. સભ્યશ્રી દિવ્યાબેન કે. રાઠોડ, તેમજ પૂર્વ ડે. મેયરશ્રી નિરવભાઈ શાહ અને પૂર્વ કોર્પોરેટરર્શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા અને પૂર્વ કોર્પોરેટરર્શ્રી પ્રવીણભાઈ પટેલનાં વરદહસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમ પ્રસંગે દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા દ્રારા સ્વાગત પ્રવચનથી શરૂઆત કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં ગટર સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઇ એચ. ચપટવાળા, પૂર્વ મેયર અને મ્યુનિ. સભ્યશ્રી હેમાલીબેન કે. બોઘાવાલા દ્રારા કાર્યક્રમનું ઉદબોધન, ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા રજુઆત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી જ્યારે વિક્સિત ભારત સંકલ્પ યાત્રા સંકલ્પ કરાવવા આપણા માટે જ્યારે રથ લઇને આવ્યા છે. યોજનાઓ સમજાવી અને યોજનાનો લાભ લેવા માટે વિકસિત ભારત યાત્રામાં ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો.

             આજરોજ સુરત મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નં.૧૧ (અડાજણ-ગોરાટ) ખાતે તા.૧૯/૧૨/૨૦૨૩ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે રંગઅવધૂત સોસાયટી પાછળ આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સુરત ખાતે આયોજન કરવામાં આવેલ. માન.ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી, માન.દંડક શ્રી ધર્મેશભાઈ આર. વાણિયાવાલા, માન.ગટર સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઇ એચ. ચપટવાળા, માન. પૂર્વ મેયર અને મ્યુનિ. સભ્યશ્રી હેમાલીબેન કે. બોઘાવાલા, માન. મ્યુનિ. સભ્યશ્રી કેતનભાઈ એલ. મહેતા, માન.પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી મુકેશભાઈ દલાલ તેમજ અન્ય મહાનુભાવો ના વરદહસ્તે કાર્યક્રમ શુભારંભ કરવામાં આવેલ.

            આ બન્ને કાર્યક્રમ પ્રસંગે શાળા નાં વિધાર્થીઓ દ્રારા કાર્યક્રમને અનુરૂપ કૃતિઓ રજુ કરી ઉત્સાહભેર માહોલ બનાવામાં આવેલ. આ કાર્યક્રમ પ્રસંગે માન. ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદી ધ્વારા જણાવવામા આવ્યુ કે, વિકસિત ભારતનો સંકલ્પ અને ૨૦૪૭ મા ભારત કેવુ હોવુ જોઇએ તેની પરિકલ્પના વડાપ્રધાન નરેંન્દ્રભાઇ મોદીએ કરી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભગવાન બિરસા મુંદાજીની જન્મ જયંતિના દિવસે એટલે કે ૧૫ નવેમ્બર થી શરૂઆત કરવામાં આવેલ છે. આજે આપણા રાંદેર ઝોનની અંદર છે ત્યારે હમેશા વિકસિત ભારતની વાતો અને વિકસિત ભારત કેવુ હોવુ જોઇએ તેના માટેનો રોડ મેપ માન. વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ તૈયાર કર્યો છે. આવનારા ૨૦૪૭ મા વિકસિત ભારત થશે અને આખી દુનિયામા માર્ગદર્શિત કરતુ ભારત બનશે તેમ જણાવેલ. રાંદેર ઝોનનાં ડેપ્યુટી કમિશ્નરશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીનાં માર્ગદશન હેઠળ કાર્યપાલક ઈજનેરશ્રી, આસી. કમિશ્નરશ્રી, નાયબ આરોગ્ય અધિકારીશ્રી તેમજ અન્ય અધિકારીગણનાં નેજા હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવામાં આવેલ, જેમાં અધિકારીગણ, કર્મચારીગણ, શાળાનાં વિધાર્થીઓ, પત્રકાર મિત્રો, શહેરીજનો તેમજ યોજનાનાં લાભાર્થીઓ હાજર રહેલ.જે યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. ત્યાર બાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM