સાંસદ-ધારાસભ્યની રજૂઆતથી નેત્રંગ-અંકલેશ્વર રસ્તા ની સરકારની મંજૂરી રસ્તો નવો બનાવવા રૂા.૬૭.૦૫ કરોડ મંજૂર

આગામી ટૂંક સમયમાં રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થતાં આનંદ

ભરૂચના સાંસદ અને ઝગડિયા નાં ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણ માટે રજુઆત કરાતાં રાજ્ય સરકારે ૬૭.૦૫ કરોડની મંજુરી આપતા આનંદ વ્યાપી ગયો છે. આગામી ટુંક સમયમાં રસ્તાના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે તેવું જાણવા મળ્યું હતુ. ભરૂચ જીલ્લામાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ કારણે જીલ્લાભરના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે. નેત્રંગ-અંકલેશ્વર સુધીના ૪૨ કિમી સુધીના રસ્તા ઠેર-ઠેર એક-બે ફુટ મોટા ખાડા પડતા રસ્તા ઉપરથી પસાર થવામાં વાહનચાલકોને ભારે સાવચેતી રાખવી પડતી હોય જેના લીધે તાત્કાલિક પ્રા.સમારકામ હાથ ધર્યું હતું.
વાહન ચાલકોની મામુલી ગલતથી રોજેરોજ જીવલેણ અકસ્માતની ઘટના બને છે. નેત્રંગ-અંકલેશ્વર રોડ ની મંજુરી મળવાની સાથે જ સમસ્ત ભરૂચ જિલ્લામાં આનંદ વ્યાપી જવા પામ્યો છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM