માંડવી તાલુકાના ઝાબ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

રિપોર્ટ,મયુર પટેલ

સરકારની કલ્યાણકારી યોજનાઓ ૧૦૦ ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બની છેઃસાસંદ પ્રભુભાઇ વસાવા

મહાનુભવોને હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું

કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઝાબ ગામની પ્રાથમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં અને બારડોલીના સાસંદશ્રી પ્રભુભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણકક્ષા અને ટ્રાઇબલ તાલુકામાં સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.


આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. દેશના તમામ લોકો સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશિલ રહી છે. સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.


આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રીએ જનઆરોગ્ય વિશે સરકારે કરેલા કાર્ય વિશે વાત કરતાં કહ્યું હતુ કે, આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો સારવાર મેળવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ સુધીની કરી છે. પહેલા છેવાડાના ગામના લોકો બિમાર પડતા તો શહેર સુધી દવા લેવા જવું પડતું હતું પરંતુ હવે ધરઆંગણે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવી લોકોને સુખમય કર્યા છે. સરકાર છેવાડાના માનવીનું સ્વાસ્થ સારું રહે એના માટે પ્રયત્ન કરી રહી છે. વધુમાં કહ્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓ ૧૦૦ ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. તમામ લોકોએ સરકારની યોજનાનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે સાસંદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બન્યું છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા, કિસાન સન્માન, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવતા હોવાનું જણાવી રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.
આ અવસરે મહાનુભવોને હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર નિધિ સિવાચ, તા.પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી,જિલ્લા પંચાયત સભ્યશ્રી ગીતાબેન પટેલ,શાસક પક્ષના નેતાશ્રી મીનાક્ષીબેન ચૌધરી, સરપંચ એસોશિએશનના પ્રમુખશ્રી કમલેશભાઇ ચૌધરી,માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી,માંડવી THO નરેન્દ્રભાઇ ચૌધરી,મેડિકલ ઓફિસરશ્રી ડો.કેતનભાઇ સોલંકી,સરપંચશ્રી લલિતાબેન,તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ, ઝાબ પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM