સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ, નવસારી દ્વારા આયોજિત “નારાયણી સંગમ”એક ભવ્ય મહિલા સંમેલન યોજાયું

नारी अस्य समाजस्य कुशल वास्तुकारा अस्ति।


“સ્ત્રી એ રાષ્ટ્ર ની આધારશિલા છે “એ સૂત્ર ને ચરિતાર્થ કરવા દ.ગુજરાત ની સંસ્કારનગરી નવસારી ના આંગણે શ્રી ગુરૂજી સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ, નવસારી દ્વારા આયોજિત “નારાયણી સંગમ”એક ભવ્ય મહિલા સંમેલન તા.7જાન્યુઆરી 2024 ના રોજ સાંઈ મંદિર ઉન ખાતે યોજાયું હતું .
નવસારી વિભાગમાં સમાવિષ્ટ 5 જિલ્લાઓ અનુક્રમે નવસારી ,વલસાડ, ડાંગ, તાપી તથા સુરત જિલ્લાના વિવિધ ક્ષેત્રો, સંગઠનો ,સંસ્થાઓ અને મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ માંથી 3000 થી પણ વધુ બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
પ્રત્યેક મહિલાઓ ભારતીય દૃષ્ટિકોણ થી પરિવાર,સમાજ અને રાષ્ટ્ર માટે વિચાર કરવા પ્રેરિત થાય.સમાજ તથા રાષ્ટ્ર ના સશક્તિકરણ માટે,સ્ત્રી ના સન્માન માટે,સુરક્ષા માટે તથા નિર્ણય પ્રક્રિયા મા સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે ,સ્ત્રી શક્તિ સંગઠિત થાય,માતૃ શક્તિ જાગૃત થાય,સમાજ અને રાષ્ટ્ર ના ઉત્થાન મા અગ્રેસર થાય તે ઉદ્દેશ્ય ને કેન્દ્ર માં રાખીને મહિલા વિષયક વિચાર,ચિંતન અને વિમર્શ માટે આ સંમેલન યોજાયું હતું. સવારના 9 વાગ્યા થી બાપોરના 2 વાગ્યા સુધીના આ સંમેલન મા વિવિધ ક્ષેત્રો ના મહિલા અગ્રણીઓ ભારતીય સંસ્કૃતિ માં નારીના મહત્વને અને યોગદાનને પ્રસ્થાપિત કરતા પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે માનનીય શ્વેતાબેન દ્વારા ગણેશ વંદના, મા. ત્વીશા વ્યાસ દ્વારા નારી શક્તિ ની મહીમા દર્શાવતી નૃત્ય નાટિકા સાથે થઈ હતી. મહિલા સંમેલનના સંયોજિકા માનનીય કલ્યાણીબેન પંડ્યા એ આવકાર પ્રવચન, મહેમાનોનું સ્વાગત તથા પરિચય આપ્યો હતો. સમગ્ર સંમેલનનું આયોજન ત્રણ સત્રોમાં થયું. પ્રથમ સત્રમાં સંમેલનના અધ્યક્ષ માનનીય વંદનીય સ્વામીની સદવિદ્યાનંદજી (આર્ષ વિદ્યાપીઠ નવસારી) ના આશિર્વચન આપ્યા.મુખ્ય વક્તા મા.પારૂલબેન મોદી (મહિલા સમન્વય પ્રાંત સહ સંયોજિકા) એ “ભારતીય ચિંતન માં મહિલાઓ”એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.સંમેલન ના મુખ્ય અતિથિ નું સ્થાન મા. નીલમજી તોમર (હ્યુમન રાઇટ્સ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ)તથા મા. અરુંધતિ બેન દેસાઈ (VNSGU – સેનેટ સભ્ય,સામાજિક કાર્યકર)એ શોભાવ્યું હતું.સંમેલન નું દ્વિતીય સત્ર ચર્ચા સત્ર હતું.જેમાં મા. ડો.વેદ શ્રી વાસ્તવ (M.B.B.S ,MCH Delhi newrosurgen)તથા મા.શીતલબેન સોની.(BJP ગુજરાત પ્રદેશ મંત્રી,સુરત શહેર પ્રભારી) એ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું.જેમાં વર્તમાન સમય મા મહિલાઓની સમસ્યા અને સમાધાન એ વિષય પર ચર્ચા,પ્રશ્નો અને સમાધાન યોજાયું.સમાપન સત્ર મા .”ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા “એ વિષય પર મુખ્ય વક્તા મા. સાધનબેન ભંડારી( મહિલા સમન્વય સયોજીકા) એ વક્તવ્ય આપ્યું હતું.સમેલનને સફળ બનાવવા મા. સુવર્ણાબેન પિમ્પૂટકર જી, મા. પુષ્પલતા બેન કત્યારે,મા.રત્ના બેન ત્રિવેદી,મા. ડો. જ્યોતિ સિંગ,મા. ભક્તિબેન ગા, મા. જાનકીબેન ટંડેલ,મા.ભાવનાબેન રાઠોડ ,મા.મીનાક્ષીબેન કર્મરકર્જી ,મા.કંચનબેન પાંડે તથા સમગ્ર નવસારી વિભાગ ની સંમેલન ની દરેક કાર્યકર્તા બહેનો,સ્વયંસેવક ભાઈઓ તથા દાતાશ્રી ઓ નો અમૂલ્ય ફાળો રહ્યો હતો. નારાયણી સંગમ મા વિવિધ પ્રદર્શની,વીરાંગનાઓ ના ચિત્રો નું પ્રદર્શન ,સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાત્મક રંગોળી આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.તથા આપણા આ વિસ્તાર ની બહેનોની હસ્તકલા,નાના ગૃહઉદ્યોગ ની બનાવટ,તથા મિલિટ્સ નું પ્રદર્શન સહ વેચાણ ના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. પંચ સૂત્ર સામાજિક સમરસતા,સ્વદેશી, પર્યાવરણ,કુટુંબ પ્રબોધન અનેં નાગરિક શિષ્ટાચાર ને લગતા વિષયો ના પ્રચાર,પ્રસાર તથા જનજાગૃતિ માટે સ્ટોલ મુકાયા હતા. સાથે સાથે રક્તદાન અને ઓર્ગન ડોનેશન અંગે પણ જનજાગૃતિ માટે સ્ટોલ મુકાયા હતા. બૌદ્ધિક ચર્ચા ની સાથે સાથે તાપી જિલ્લા ની બહેનો દ્વારા પણ એક આદિવાસી નૃત્ય(નાચણું) સૌના આકર્ષણ નું કેન્દ્ર બની હતી. સંમેલન ના સમાપન સત્ર મા માં. કલ્યાણી બેન પંડ્યા એ સૌનો આભાર માની,સંમેલન ના આયોજનની વ્યવહારિક અમલવારી ની સફળતાની કામના કરી હતી.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM